બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટમાં હેલ્થકેર પર ફોકસ આવે તેવુ લાગી રહ્યું છે: વૈભવ શાહ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.9 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોનાર્ક નેટવર્થ કેપિટલના એમડી વૈભવ શાહ પાસેથી.


વૈભવ શાહનું કહેવુ છે કે ગ્લૉબલ માર્કેટમાં લિક્વિડિટીની કોઇ સમસ્યા નથી. FIIsનો ફ્લો ભારતીય બજારમાં વધ્યો છે. ફાર્મા, સ્પેશાલિટી કેમિકલ્સ સેક્ટર્સ પર ફોકસ છે. શુગર, પેપર સેક્ટર્સ પર અમારૂ ફોકસ છે.


વૈભવ શાહના મતે બજેટમાં હેલ્થકેર પર ફોકસ આવે તેવુ લાગી રહ્યું છે. એગ્રીકલ્ચર પર પણ જાહેરાતની આશા છે. બજેટમાં ફાઇનાન્શિયલ માર્કેટમા રિફોર્મની જાહેરાત થવાનું અનુમાન છે. બજેટ ગ્રોથ ઓરિયન્ટેડ લાગી રહ્યું છે.


વૈભવ શાહના મુજબ રિયલ એસ્ટેટમાં પેન્ટઅપ ડિમાન્ડ ખુલી છે. સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહતથી સરકારે સેક્ટરને બુલ્ટ આપ્યું. ઇલેક્ટ્રીક વ્હીકલ આવવાથી ઑટો એન્સિલરીની માગ ઘટશે. IRFC અને ઇન્ડિગો પેન્ટ્સ IPO માં રોકાણની સલાહ છે. M&M, મારૂતિમાં પ્રોફિટ બુક કરવાની સલાહ છે.