બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ત્રિશંકુ સરકાર રોકાણકાર માટે નેગેટિવ સાબિત થશે: દિપક જસાણી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 10:33  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11250 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 112 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.30 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.


દિપક જસાણીનું કહેવુ છે કે સતત 9 દિવસ નિફ્ટીના ઘટાડા બાદ ગઈ કાલે આંશિક સુધારો જોવા મળ્યો હતો. સુધારો એકસાથે નહિ આવે પણ સેક્ટોરલ આવશે. ચૂંટણી પરિણામની બજાર પર ખાસ અસર જોવા મળશે. યુએસ-ચીન વચ્ચેનું ટ્રેડ વોર હવે ઈગો પ્રોબલેમ બન્યો. ત્રિશંકુ સરકાર રોકાણકાર માટે નેગેટિવ સાબિત થશે.


દિપક જસાણીના મતે ઑટો સેક્ટરમાં ટૂંક સમયમાં મોટો ઉછાળો આવવાની શક્યતા. લિક્વીડીટી સુધરશે તો ચોક્કસ ગ્રોથ રેટ પાછો ફરશે. લિક્વિડિટીનો ઇશ્યૂ ખતમ થશે એ હાલ કહેવું મુશ્કેલ છે. એનબીએફસીએસમાં ગ્રોથ, રિપેમેન્ટ, કેપિટલ રેઝિંગ જેવા ઇશ્યૂ છે. ભારતિય માર્કેટ હજુ ઘણા એફઆઈઆઈએસ માટે આકર્ષક છે.