બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

જાન્યુઆરી ત્રિમાસિક સુધીમાં અર્થતંત્ર ફરી પાટા પર હશે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 18, 2020 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની શરૂઆત આજે ઘટાડાની સાથે થઈ છે. સેન્સેક્સ 162 અંક તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 52 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

દેવેન ચોકસીનું કહેવુ છે કે સરકારે રિફોર્મના હિસાબે મહત્વના નિર્ણય લીધા છે. હાલની સ્થિતિમાં સરકારે અમૂક વિકલ્પ રિઝર્વ રાખ્યા હોય શકે. ટેક્સપેયરને અમૂક રાહત આપવામાં આવે તો વધુ ફાયદો થાય. ટેક્સ ભરવામાં વધુ સમય અપાશે તો માગ વધી શકે છે.

દેવેન ચોક્સીના મતે વૈશ્વિક રોકાણકારને ભારતમાં લાવવા માટે સરકારે પગલા લઇ લીધા છે. બેન્ક અને NBFCને પૈસા આપવાનો વિશ્વાસ વધ્યો છે. અર્થતંત્રમાં જુલાઇ અથવા સપ્ટેમ્બર દરમ્યાન રિકવરી જોવા મળી શકે છે. જાન્યુઆરી ત્રિમાસિક સુધીમાં અર્થતંત્ર ફરી પાટા પર હશે.