બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

1-2 ક્વાટરમાં અર્થતંત્રમાં સુધાર જોવા મળશે: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Tue, 03, 2019 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.


હેમંત કાનાવાલાનું કહેવુ છે કે કોમોડિટી સેક્ટરનો આઘાર ગ્લૉબલ માર્કેટ પર છે. ફેબ્રુઆરીથી RBIએ વ્યાજ દર ઘટાડ્યા છે પણ તે ગ્રાહકો સુધી પહોંચ્યા નથી. આરબીઆઈના રેટ કટનું ટ્રાન્સમિશન થોડું ધીમું છે. આરબીઆઈ અને સરકાર અર્થતંત્રમાં સ્થિરતા લાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. 


હેમંત કાનાવાલાના મતે 1-2 ક્વાટરમાં અર્થતંત્રમાં સુધાર જોવા મળશે. અનઅપેક્ષીત ડાઉનફોલ આવતા માહોલ ડહોળાયેલો છે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં ખાનગી રોકાણ આવવુ મુશ્કેલ છે.


હેમંત કાનાવાલાના મુજબ સરકાર હાલમાં મોંઘવારી નીચે રહે તે માટે પ્રયત્નશીલ છે. સરકાર હાલમાં મોંઘવારી નીચે રહે તે માટે પ્રયત્નશીલ છે. સરકાર અને RBIના પગલાથી આગામી સમયમાં ઈકોનોમી ચેતનવંતી થતી જોવા મળશે. આઈટી અને ફાર્મામાં સ્થિર ગ્રોથ દેખાઇ રહી છે.