બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વેક્સિનેશનને કારણે ત્રીજી વેવની અસર ઓછી રહી શકે: દિપન મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એલિક્સર ઇક્વિટીસના દિપન મહેતા પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2021 પર 13:52  |  સ્ત્રોત : CNBC-Bajar

દિપન મહેતાનું કહેવુ છે કે ફંડામેન્ટલમાં સુધારો થઇ રહ્યો છે. રોકાણકારોએ રોકાણને થોડું ઓછું કરવું જોઇએ. અત્યારે માર્કેટમાં સચેત થવાનો સમય આવ્યો છે. પરિણામોમાં પણ બીજી વેવના કારણે નિરાશા જોવા મળી શકે છે. વધુ કંપનીઓ ઇશ્યૂ લઇને આવી રહી છે. બેન્ક, ફાર્મા, કન્ઝ્મ્પશનના પરિણામમાં નિરાશા આવી શકે છે. 4-8 સપ્તાહમાં એક ઘટાડો આવી શકે છે.


દિપન મહેતાના મતે લાંબાગાળે માર્કેટ પર અમે બુલિશ છીએ. વેક્સિનેશનને કારણે ત્રીજી વેવની અસર ઓછી રહી શકે છે. IPO વધુ આવે તે સંકેત આપે છે કે માર્કેટ શિખર બનાવ્યા છે. મિડકેપ IT માર્કેટને આઉટપર્ફોર્મ કરી શકે છે. કોઇ પણ મોટી ITમાં પણ ખરીદી શકાય છે. HCL ટેકમાં ખરીદી કરી શકાય છે. HCL ટેક હાલ સસ્તા વેલ્યુએશન પર મળી રહ્યો છે.


દિપન મહેતાના મુજબ બેન્કિંગનું ઇન્ડેક્સમાં ભારણ વધારે છે. મોરેટોરિયમ ન હોવાને કારણે બેન્કના પરિણામ નબળા રહી શકે છે. આ પરિણામની સિઝન બેન્કિંગ માટે સારી નહીં રહેશે. સ્થિરતા આવશે ત્યારે બેન્કના પરિણામો પણ સુધરશે. આ ઘટાડે બેન્કમાં ખરીદી કરી શકાય છે. સારી બેન્ક કે NBFCsના પરિણામ જોઇને થોડું ચેચવું જોઇએ. કન્ઝ્મ્પશનમાં લાંબાગાળે સારું પ્રદર્શન જોવા મળશે.


દિપન મહેતાનું માનવુ છે કે કંપનીઓના માર્જિન પર અમુક સમય સુધી દબાણ રહી શકે છે. માર્ચ ત્રિમાસિક અર્થતંત્ર માટે ઘણું સારું હતું. સ્ટીલ કંપનીઓમાં ઘટાડે ખરીદી શકાય છે. કેપિટલ ગુડ્ઝમાં પણ સારી તક લાગી રહી છે. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી રહ્યા છીએ. DLF, શોભા, મેક્રોટેક ડેવલપર્સમાં સારી તક છે.