બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઈન્ડસ્ટ્રીમાં પેમેન્ટ માટે ચોકક્સ દિવસ નક્કી કરવા જોઈએ: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 10:12  |  સ્ત્રોત : CNBC-Bajar

આ ગ્લોબલ સંકેતોના વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ સુસ્તીથી શરૂઆત કરી છે. દિગ્ગજો સાથેના મિડકેપ શેર પણ સુસ્ત જોવા મલી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે રીયલ એસ્ટેટ, બેન્કો માંથી એનપીએ બાદ હવે ટેલીકોમ સેક્ટરમાં ક્લિન-અપ પ્રક્રિયા કરી રહી છે. ઈકોનોમીમાં પડકાર ચાલુ જ રહેશે. આપણા માર્કેટમાં રોકાણનું ફલક સતત વિસ્તરી રહ્યું છે. ભારતીય ગતિવિધી પર FIIની ચાંપતી નજર છે.


દેવેન ચોક્સીના મતે એમટીએનએલ, બીએસએનએલમાં એફઆઈઆઈ રોકાણને તક મળી હોત તો આજે આ બે કંપની ઘણી ફળદ્રુપ હોત છો. ગ્રોથને અટકાવવા માટેનું સૌથી મોટુ જવાબદાર કારણ કારોબારની ગૂંચવણ છે. દરેક ઈન્ડસ્ટ્રીની સંસ્થાએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ખરેખર કેટલું ઈઝ છે તેનું પૃથકરણ કરવુ જોઈએ.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં પેમેન્ટ માટે ચોકક્સ દિવસ નક્કી કરવા જોઈએ જેથી નાણાની મૂવમેન્ટ સરળ બને છે. KKR, બ્લેકસ્ટોન જેવી કંપની મોટા પાયે જમીનની ખરીદી કરી રહી છે. Brexit બાદ યુરોપ, યુકેની ઈકોનોમીનું સ્પષ્ટ ચિત્ર જોવા મળશે.