બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આરબીઆઈ પાસે વ્યાજદર ઘટાડવાની પુરી તક: વૈભવ સંઘવી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11375 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 138 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એવન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રૅટજીસના કો-સીઈઓ, વૈભવ સંઘવી પાસેથી.


વૈભવ સંઘવીનું કહેવુ છે કે વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં ઘટાડાની આશંકા છે. વૈશ્વિક સ્તરે લિક્વિડિટી અપેક્ષા કરતા સારી છે એટલે માર્કેટ વધ્યા છે. ઈમર્જિંગ માર્કેટમાં ભારતનું સ્થાન સારું છે એટલે ખરીદદારી જોવા મળી છે. રોકાણકારોના મનમાં સરકાર ફરી પાછી આવે એવી અપેક્ષા બંધાઈ છે. એફઆઈઆઈએસનું રોકાણ ઈન્ડેક્સ આધારીત અને લાર્જકેપ શેરમાં હોય છે. ચૂંટણીના પરિણામ બાદ નવી રોકાણની રણનીતિ બનાવવી જોઈએ.


વૈભવ સંઘવીના મતે અનિશ્ચિતતા પૂર્ણ થશે એટલે આખા માર્કેટમાં રેલી આવશે. આ રેલીમાં મુખ્ય ભાગ બેન્ક શેર્સ ભજવશે. ચૂંટણી સુધીમાં ઉતાર-ચઢાવ રહેશે, પરંતુ લાંબાગાળે હાલમાં રોકાણ કરી શકાય. અફોર્ડેબલ હાઉસિંગમાં અને ઈન્ફ્રા પર ફોકસ સરકારનું રહેશે. સાથે જ પ્રાઈવેટ કેપેક્સ પણ આવે તેવી આશા છે. વ્યાજદરની દિશા હાલમાં નીચલા સ્તર તરફની છે. મોંઘવારી અને અન્ય માપદંડો હાલ ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. આરબીઆઈ પાસે વ્યાજદર ઘટાડવાની પુરી તક છે.


વૈભવ સંઘવીનું માનવુ છે કે વ્યાજદરની સાથે લિક્વિડિટી પૂરી પાડવા પર પણ આરબીઆઈનું ધ્યાન છે. લિક્વિડિટીને કારણે ગ્રોથ પર તો ચોક્કસ અસર દેખાશે. ઘણી એનબીએફસીએસને આ લિક્વિડિટી માર્કેટમાં આવતા ઘણો ફાયદો થશે. મિડકેપમાં ઘણી જગ્યાએ વેલ્યુએશન ઘણાં આકર્ષક લાગી રહ્યા છે. ચૂંટણી સુધી લાર્જકેપમાં રોકાણ કરવું વધુ સરાહનીય છે. એક ત્રિમાસિક માટે મિડકેપમાં રાહ જોઈ શકાય. લાંબા ગાળાના રોકાણ કરવું હોય તો મિડકેપમાં હાલમાં રોકાણ કરી શકાય.


વૈભવ સંઘવીના મુજબ સ્ટેપલ્સ અને વ્હાઈટ ગુડ્ઝમાં થોડા વેલ્યુએશનમાં ઘટાડો આવવાની રાહ જોવી. ડિસ્ક્રેશનરીમાં વ્યાજદરમાં કાપ માટે રાહ જોવી જોઈએ. અર્નિંગ્સ ગ્રોથ સારા થઈ રહ્યા છે અને માર્કેટ તેના પર નજર રાખશે. આવનારા વર્ષમાં 15 ટકા કરતા વધા અર્નિંગ્સ ગ્રોથની આશા છે. રોકાણ કરવા માટે અર્નિંગ્સ ગ્રોથ પણ ધ્યાન રાખવું જોઈએ. આઈટી ફાર્માને ડિફેન્સિવ સ્ટ્રેટર્જી તરીકે લેવું જોઈએ. પીએસયુ બેન્કમાં સારી રોકાણની તક છે. સીપીએસઈ ઈટીએફમાં ઘણાં સ્ટોક આકર્ષક સ્તરે છે. રોકાણકારોને ડિસ્કાઉન્ટમાં સારા સ્ટોક મળી રહ્યા છે.