બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સરકારે જીએસટી દરમાં ઘટાડો કરવો જોઈએ: પ્રદિપ શાહ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10700 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 96 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઇન્ડએશિયા ફંડ એડવાઇઝર્સના ફાઉન્ડર અને ચૅરમૅન પ્રદિપ શાહ પાસેથી.


પ્રદિપ શાહનું કહેવુ છે કે ગવર્નરના ગ્રોથ માટેના પગલાઓને વધાવવા જોઇએ. ભારતમાં માંગનો અભાવ છે. ગવર્નરે ગ્રોથને સપોર્ટ કરવા મોનેટરી અને ફિસ્કલ પગલા લીધા. ઈકોનોમીને વેગ આપવા શક્તિકાંતા દાસે વ્યાજ દરમાં 40 bpsનો ઘટાડો કર્યો. આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઘટાડે તો તેનાથી બેન્કોએ ગ્રાહકો શોધવાની જરૂરત પડશે.


પ્રદિપ શાહના મતે સરકારે જીએસટી દરમાં ઘટાડો કરવો જોઈએ. એફઆઈઆઈએસ માર્કેટ ગ્રોથને લઇને નિરાશ થયા છે. ઓગસ્ટમાં ચોમાસુ સારુ થતા ખેડૂતની આવકમાં વૃધ્ધિ ઓક્ટોબરથી જોવા મળશે. ગ્રોથના અભાવ વચ્ચે FIIને ભારતની બ્યુરોક્રેસી પસંદ નથી. ઈકોનોમી સુધારવા FIIs ફિસ્કલ સ્ટીમ્યુલસની સાથે ખર્ચા કરવાનુ પસંદ કરે છે.


પ્રદિપ શાહનું માનવુ છે કે અમેરિકા, જાપાન, યુરોપમાં મંદીની આગાહી સાથે ખર્ચા કરવા આગળ આવ્યા. કન્ઝ્યુમર કંપનીનો નફો વધ્યો છે પણ વોલ્યુમ ગ્રોથ ઘટી ગયો છે. લોકોની આવક ઘટવાના કારણે ખર્ચવાની શક્તિ ઘટી છે. સારા ચોમાસાના કારણે એચયુએલ, ગોદરેજ ઈન્ડ.ના ભાવ છેલ્લા 15 દિવસમાં વધ્યા.


પ્રદિપ શાહના મુજબ રિવર્સ રેપો રેટ ઘટવાથી "LaZY" બેન્કોને FD કરતા ધિરાણ આપવાની ફરજ પડશે. સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેની કાર્યવાહી ઘણી જટિલ છે. મિડલ ઈસ્ટમા જે ટેન્શન ઓછુ થવુ જોઈએ, સરકારે ઈરાન સાથે કોઈ પગલા લીધા નથી.