બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ હાલ કંસોલિડેશન મોડમાં જતુ દેખાય છે: યોગેશ ભટ્ટ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે ભારતમાં FIIsએ 8 હજાર કરોડથી વધુની વેચવાલી કરી. જેને કારણે બજારમાં સાડા ચાર કરોડનું કરેક્શન આવ્યું. ગ્લૉબલ ગ્રોથની અપેક્ષા ઓછી થતી જોવા મળી. માર્કેટ હાલ કંસોલિડેશન મોડમાં જતુ દેખાય છે. ભારતમાં પુરતી મુડી છે.


યોગેશ ભટ્ટના મતે હાલ ઘણી બેલેન્સશીટ્સ રિપેર મોડમાં છે. ઇન્ટરેસ્ટ સાયકલથી ગ્રોથને બૂસ્ટ મળી શકે છે. ભારતી GDP સાડા પાંચ ટકા આસપાસ જ રહેશે તેવુ અનુમાન છે. BS-VIના નવા નિયમોને કારણે ગ્રોથમાં સ્લોડાઉન છે. ઑટો સેક્ટર સિકલીકલ હોવાથી સતત ડાઉન સાઇડ નહીં રહે.


યોગેશ ભટ્ટના મુજબ ભારતીય કોમૉડિટી માર્કેટમાં સાડા નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 1 એપ્રિલથી ભારતીય સ્ટીલ કંપનીઓ ભાવ વધારવા પર વિચારી રહી છે. ભારતમાં કન્ઝમ્પ્શન માર્કેટ માટે ઘણી તક રહેલી છે.