બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

એપ્રિલ ક્વાર્ટરથી માર્કેટ વધુ સારુ થાય તેવી ધારણા: રાજેશ કોઠારી

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 10100 ની પાર નીકળવામાં કામયાબ થયા છે, જ્યારે સેન્સેક્સ 32300 ની ઊપર પહોંચ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આલ્ફાએક્યુરેટ એડવાઈઝર્સના એમડી રાજેશ કોઠારી પાસેથી.


રાજેશ કોઠારીનું કહેવુ છે કે નોટબંધી અને જીએસટી જેવા સુધારાને શોષીને માર્કેટ ફરી ચેતનવંતુ થયું છે. એપ્રિલ ક્વાર્ટરથી માર્કેટ વધુ સારુ થાય તેવી ધારણા. વળતરના દ્રષ્ટિકોણથી ઈક્વિટી માર્કેટ અગ્રીમ સ્થાન પર રહેશે. અમુક સેક્ટરમાં માર્જીન ઓફ સેફ્ટી વિપરીત રહ્યા છે.


રાજેશ કોઠારીના મતે બીએસઈ 500ની 360 કંપની 160-190 કંપનીઓનો 3 વર્ષમાં 18-20% ગ્રોથ છે. ઈન્ડસઈન્ડ બેન્કના પરિણામ ધારણા મુજબ આવ્યા. ઑટો એન્સિલરી સેક્ટર પર હાલ પસંદગી છે. આઈઆઈપીના આંકડા એટલા ભરોસાપાત્ર ન રહેતા કંપનીના પરિણામ પર વધુ ધ્યાન છે. સ્પેશાલિટી કેમિકલ્સ સેક્ટર પર હાલ બુલિશ છે.