બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટની નજર 18 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામ રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ 75 અંક ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 10170 ની નીચે લપસી ગયા છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી વેચવાલી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.1 ટકા લપસ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાની નબળાઈ આવી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.


અમિષ મુનશીનું કહેવુ છે કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ સાથે સ્ટોક સ્પેસિફિક વલણ યથાવત રહેશે. આ ક્વાર્ટરમાં પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ત્રિમાસિક પરિણામોની મોસમ લગભગ પૂરી થઈ, એકંદરે પરિણામ ધારણા મુજબ રહ્યા છે. માર્કેટની નજર હવે 18 ડિસેમ્બરે ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પરિણામ પર ઠરી છે. સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવાની સલાહ મળી રહી છે. એસઆઈપીના માધ્યમથી બેલેન્સ ફંડમાં મોટી રકમ આવી રહી છે.


ક્રુડ તેલના ભાવ 65 ડોલરની ઉપર રહેશે તો તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. ક્રુડ તેલના ભાવ વધારાની અસર રૂપે માર્કેટમાં ઘટાડો આવે તો નીચા ભાવે ખરીદીની તક મળે છે. ક્રુડ તેલના વધતા ભાવની પ્રતિકૂળ અસર એવિએશન સેક્ટર પર ચોક્કસ જોવા મળશે. તાજેતરમાં આવેલા આર્થિક આંકડાઓ પર જીએસટીની તકલીફની અસર જોવા મળી છે. આઈટી સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રકચર કેપ ગૂડ્સ પસંદીદા સેક્ટર છે.


ક્રુડ તેલને 80% ઈમ્પોર્ટ કરી રહ્યા છે. અને એના કારેણે ઇકોનોમિ પર અસર જોવા મળી રહી છે. તેમા નજર રાખવી જોઇએ. માર્કેટમાં 4-5 વર્ષના રોકાણ કારોને રોકાણ જોળવી રાખવુ જોઇએ. ક્રુડ તેલમાં છેલ્લીવાર ઉછાળો 92 ક્રાઇસિસમાં જોવા મળ્યો હતો. અનબીએફસીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો. 2 વર્ષમાં ક્રુડ તેલના ભાવ 20% સુધી વધી ગયો છે. યીલ્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.