બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ હજૂ પણ થોડા સમય સુધી વોલેટાઇલ રહેશે: રૂપેશ પટેલ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 12:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા મ્યુચુઅલ ફંડના ફંડ મેનેજર, રૂપેશ પટેલ પાસેથી.


રૂપેશ પટેલનું કહેવુ છે કે અનિશ્ચિતતાની સ્થિતિમાં લાંબા ગાળાની તક પર ધ્યાન આપો. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીએ તો રિસ્કના વળતરની શક્યતા વધુ છે. સરકારના બધા પગલા સાચી દિશામાં છે અને મદદરૂપ થશે.


રૂપેશ પટેલના મતે સરકારના પગલા રિફોર્મ બેઝ્ડ છે એટલે તાત્કાલિક પરિણામ નહીં જોવા મળે. મોટી 4-5 બેન્કમાં રિસ્ક રિવોર્ડ સારા દેખાઇ રહ્યા છે. કન્ઝ્યુમર સેક્ટરના Q1 આંકડા નબળા જોવા મળશે.


રૂપેશ પટેલનું માનવુ છે કે FMCG અને ફાર્મા સેક્ટર પર બહુ ઓછી અસર છે. FMCGના વેલ્યુએશન અમૂક હદે વધુ થઇ ચૂક્યા હતા. FMCG કરતા વધુ વળતરના આધારે અન્ય સેક્ટરમાં તક વધુ છે.


રૂપેશ પટેલના મુજબ માર્કેટ હજૂ પણ થોડા સમય સુધી વોલેટાઇલ રહેશે. રોકાણકારોને લાંબા ગાળા પર વધુ ધ્યાન રાખવું જોઇએ. આ સ્થિતિમાં પોર્ટફોલિયો બનાવવા પર ખાસ ધ્યાન રાખવું જોઇએ.