બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આ વર્ષે ચોમાસુ ઘણુ સારૂ રહેવાનું અનુમાન છે: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોકસીના દેવેન ચોકસી પાસેથી.
ના રોજ પ્રકાશિત Mon, 17, 2021 પર 12:13  |  સ્ત્રોત : Moneycontrol.com

દેવેન ચોકસીનું કહેવુ છે કે કોરોનાના કેસ ઘટવા દેશ માટે સારા સમાચાર છે. કોરોનાના રિકવરી કેસ પણ વધ્યા છે, જે પૉઝિટીવ છે. કોરોનાના કેસ ઘટવા અર્થતંત્ર માટે પણ પૉઝિટીવ છે. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં લોકડાઉન હળવુ કરવું જોઇએ. ઇકોનૉમી પેન્ટઅપ ડિમાન્ડ સાથે આગળ વધી રહી છે.


દેવેન ચોકસીના મતે ઇકોનૉમી પેન્ટઅપ ડિમાન્ડ સાથે આગળ વધી રહી છે. આ સમય દરમિયાન ફાઇનાન્શિયલ સેક્ટરનું પ્રદર્શન સારૂ છે. અનલોક શરૂ થશે તેમ લેન્ડિંગમાં સુધારો આવશે. બેન્કિંગ અને NBFCs માટે સારો સમય અપેક્ષિત છે. નૉન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે આ ત્રિમાસીક નેગેટિવ રહેશે.


દેવેન ચોકસીનું માનવુ છે કે આ વર્ષે ચોમાસુ ઘણુ સારૂ રહેવાનું અનુમાન છે. આ વર્ષે ચોમાસુ ઘણુ સારૂ રહેવાનું અનુમાન છે. સારા ચોમાસા અને સફળ વેક્સિનેશન ડ્રાઇવની અર્થતંત્ર પર અસર છે. માર્કેટમાંથી હાલ પૈસા બહાર જઇ રહ્યાં છે તેની ચિંતા ન કરવી. સટ્ટા પર રેગ્યુલેટરની ચાંપતી નજર છે. ઑટો, ઑટો એન્સિલરી પર બુલિશ મત છે.


દેવેન ચોકસીના મુજબ ગ્લૉબલી બધી ઇકોનૉમી ઓપનઅપ થતી જાય છે. સેકન્ડ હાફમાં ઑટો, ઑટો એન્સિલરીની મજબૂત માગ જોવા મળશે. બેન્કિંગ, NBFCs સેક્ટર પર પૉઝિટીવ મત છે. બેન્કિંગ, NBFCs સેક્ટર પર પૉઝિટીવ મત છે.  ફાર્મા API, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પર બુલિશ છે.


દેવેન ચોકસીનું કહેવુ છે કે સારા ફંડામેન્ટલ શૅર્સ પર ફોકસ રાખવુ જોઈએ. સરકારના મોટા ભાગના પ્રોજેક્ટ્સનું અમલિકરણ થઇ રહ્યું છે. વર્ક ફ્રોમ હૉમની કારણે ઘરની માગ વધી. પેન્ટ્સ, સિમેન્ટ, સિરામીક્સ, સ્ટીલમાં માગ યથાવત.