બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આવનારા 4-5 દિવસમાં ખબર પડશે કે ફેસ્ટિવ સીઝન કેવી રહેશે: ગૌતમ ત્રિવેદી

ના રોજ પ્રકાશિત Fri, 27, 2019 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑક્ટોમ્બર સિરિઝની શરૂઆત ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ 0.24 અને નિફ્ટીમાં 0.42 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું રેલિગેર કેપિટલ માર્કેટ્સના એમડી અને સીઈઓ ગૌતમ ત્રિવેદી પાસેથી.


ગૌતમ ત્રિવેદીનું કહેવુ છે કે સરકારની કોર્પોરેટ રેટ કટની આવી ભેટ ખરેખર ક્યારેય જોઈ નથી. આવનારા 4-5 દિવસમાં ખબર પડશે કે ફેસ્ટિવ સીઝન કેવી રહી. નાણા મંત્રાલય જાહેરમાં કહે કે અમારો GST ઘટાડવાનો વિચાર છે તેવું કહે તો ઓટોની ગતિ આગળ વધશે.


ગૌતમ ત્રિવેદીના મતે કોર્પોરેટ ટેક્સ સહિત, GST, ઈન્કમ ટેક્સમાં કાપ મૂકાત તો માર્કેટમાં સુધારો ટકત. 5 કરોડની ઉપરની આવક પર સરચાર્જ વધારવાથી તેઓએ 43% ટેક્સ ભરવો પડે છે. ઉંચી આવક પર આટલો ઉંચો વેરો લદાતા તે કેવી રીતે ખર્ચ કરશે.


ગૌતમ ત્રિવેદીના મુજબ સરકાર 1 લાખ કરોડનું વિનિવેશ કરવું હશે તો માર્કેટે તેજીમાં જ રહેવુ પડશે. 5 કરોડની ઉપરની આવક પર સરચાર્જ વધારવાથી તેઓએ 43% ટેક્સ ભરવો પડે છે. વેચાણ કપાવાની સાથે DIIs તરફથી નવી ખરીદી નીકળતા માર્કેટ સુધર્યા. લોન મેળા અગાઉ પણ થયા છે પણ તેની અસર કેવી હતી તે ખબર નથી.