બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મે 2019 પછી માર્કેટ સ્ટેબલ થવાની શક્યતા: વિરલ બેરાવાલા

ના રોજ પ્રકાશિત Wed, 26, 2018 પર 10:26  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ 250 અંક નબળાઇ સાથે અને નિફ્ટી 70 અંક ઘટાડાની સાથે કારોબાર રહી રહ્યું છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એસ્સેલ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિરલ બેરાવાલાની સાથે.


વિરલ બેરાવાલાનું કહેવુ છે કે 2019માં માર્કેટ વોલેટાઇલ રહેશે. મે 2019 પછી માર્કેટ સ્ટેબલ થવાની શક્યતા છે. માર્કેટમાં ઘટાડાનું એક કારણ ગ્લોબલ લીક્વીડીટી છે. આવતા વર્ષે અર્નિગ ગ્રોથ આવે એવી શક્યતા છે. ક્રૂડનો ઘટતો ભાવ લોન્ગ ટર્મમાં ટકાઉ નથી.


વિરલ બેરાવાલાનું કહેવુ છે કે એનબીએફસીએસ હાઉસિંગ ફાઇનાન્સનો ગ્રોથ સારો રહેશે. 2019ના પોર્ટફોલિયોમાં પ્રાઇવેટ સેક્ટર બેન્ક મહત્વની રહેશે. 2020થી પ્રાઇવેટ કેપેક્સ આવવાની શરૂઆત થશે. ઓટો રસપ્રદ સેક્ટર છે. હાલમાં ઓટો સેક્ટરમાં અમુક મુશ્કેલીઓ છે. ભવિષ્યમાં હોટેલ અને એવિએશન પણ રસપ્રદ બની શકે છે.