બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ડિસેમ્બરના જીડીપી આંકડા બાદ પરિસ્થિતિ સુધરી શકે: અમિષ મુનશી

ના રોજ પ્રકાશિત Thu, 28, 2019 પર 10:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર, અમિષ મુનશી પાસેથી.


અમિષ મુનશીનું કહેવુ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર પછી માર્કેટમાં રિકવરી સારી આવી છે. એફઆઈઆઈએસ ફ્લો ભારતીય બજારમાં પાછો ફર્યો છે. આરબીઆઈ દ્વારા 4 રેટ કટ અને સારા ચોમાસાની અસર જોવા મળી.


અમિષ મુનશીના મતે માર્કેટ ભલે લાઈફટાઈમ હાઈ પર ચાલતા હોય પણ ઈકોનોમીના આકડા નબળા છે. ડિસેમ્બરના જીડીપી આંકડા બાદ પરિસ્થિતિ સુધરી શકે છે. ઈકોનોમીના આકડા નબળા આવતા માર્કેટમાં સુધારો કેટલો ટકશે તે જોવું રહ્યું.


અમિષ મુનશીનું માનવુ છે કે ડિસેમ્બરના જીડીપીના આંકડા બોટમ બનાવે તેવી ધારણા છે. ઑટો, પેન્ટ્સ ક્ષેત્ર સારા લાગી રહ્યાં છે. કેપિટલ ગુડ્સ પણ લાંબાગાળાના રોકાણ માટે પસંદ છે. ફાર્મા સેક્ટર ધીરે ધીરે યુએસ એફડીએની નારાજગીથી ઉપર આવી રહ્યો છે.


અમિષ મુનશીના મુજબ એનબીએફસીએસ સેક્ટરની સમસ્યાઓ ઉકેલાવા તરફ વળી રહી છે. સીવી સેગમેન્ટમાં અમે પૉઝિટીવ નથી. પીએસયુ બેન્કમાં લાંબાગાળા માટે રોકાણ કરવા ઘણા સસ્તા મળી રહ્યા છે.