બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બીજા ત્રિમાસિકના પરિણામથી ધીમે ધીમે સ્થિતિ સુધરશે: રાજેશ કોઠારી

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 0.7 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આલ્ફાએક્યુરેટ એડવાઈઝર્સના એમડી રાજેશ કોઠારી પાસેથી.

રાજેશ કોઠારીનું કહેવુ છે કે જૂન ત્રિમાસિકના પરિણામ ખરાબ રહેવાના જ છે. બીજા ત્રિમાસિકના પરિણામથી ધીમે ધીમે સ્થિતિ સુધરશે. બધા સેક્ટરની સરકાર પાસેથી ઘણી આશા છે. ઇકોનોમીની રિકવરી થતા લાંબો સમય થવાનો છે.

રાજેશ કોઠારીના મતે મજૂર ફરી તેના કામ પર પરત આવે તેને પણ સમય લાગશે. ડિમાન્ડ વધારવા માટે કોઇ જાહેરાત થઇ હોત તો સ્થિતિ અલગ જોવા મળત. 4-5 મોટી બેન્કની સ્થિતિ એટલી ખરાબ નહીં રહે.  

રાજેશ કોઠારીનું માનવુ છે કે મોટી બેન્કના માર્જિન અને વેલ્યુએશન સુધરતા જોવા મળશે. બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં સ્થિતિ સુધરતી જોવા મળશે. કન્ઝ્મ્પ્શન પર અમારૂ વેટેજ નથી વધારી રહ્યા પરંતુ પોઝિટિવ છીએ.

રાજેશ કોઠારીના મુજબ કન્ઝમ્પ્શનનો ગ્રોથ 20% વધી જશે તેવું નથી. ફાર્મા સેક્ટરમાં છેલ્લા 4-5 મહિનામાં બધા નેગેટિવ સમાચાર આવી ગયા. હવે ફાર્મા માટે બધા સારા સમાચાર જ આવશે. છેલ્લા ઘણા સમયથી ફાર્મા કંપનીનો R&D ખર્ચ વધ્યો જ છે.