બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલ માર્કેટ વધે તેવા કોઈ પગલા નથી દેખાતા: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 10:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. તો સેન્સેક્સ 132 અંક મજબૂત અને નિફ્ટી 39 અંક વધ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.


હેમંત કાનાવાલાનું કહેવુ છે કે વૈશ્વિક સ્તરે મોનિટરી ઈઝીંગ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. વિશ્વના ઘણાં દેશોમાં હાલ સ્લોડાઉનની સ્થિતિ છે. ભારતમાં આરબીઆઈ પણ અકોમોડેટિવ થઈ રહ્યું છે. મોંઘવારી ઘટતી હતી તે પ્રમાણમાં લિક્વિડિટી મળતી ન હતી. હાલ માર્કેટ વધે તેવા કોઈ પગલા નથી દેખાતા.


હેમંત કાનાવાલાના મતે યુએસ ફેડે વ્યાજદર કાપની આશા વ્યક્ત કરી હતી તેના કારણે ડોલર નબળો થયો. હાલમાં માંગ નબળી છે અને વ્યાજદરમાં કાપ તુરંત વેગ નહીં આપી શકે. સોનાના ભાવ ડોલરના ભાવને કારણે ઉપર જઈ રહ્યા છે. રોકાણ માટે કોસ્ટ ઓફ કેપિટલ ઓછું હોવું જોઈએ. સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે.


હેમંત કાનાવાલાના મુજબ સરકારે પૈસા ઊભા કરવા રોકાણકારોને આકર્ષવા પડશે. સરકારે ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ આપવાની વાત નથી કરી. બેન્કિંગ સેક્ટરમાં અસેટ ક્વોલિટીની સમસ્યા દૂર થશે. એફએમસીજીમાં સારા પરિણામની આશા નથી. બેન્કિંગ સેક્ટરમાં સુધારો દેખાઈ શકે છે.