બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

પરિણામોથી નિરાશા, ખુબ મોટી તેજીની ઉમ્મીદ ઓછી

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસમાં ફુગાવો દર વધશે તો વૈશ્વિક માર્કેટમાં ઘટાડો આવશે. યુએસમાં ફુગાવો દર ઠીક રહ્યો તો વૈશ્વિક માર્કેટમાં રિકવરી આવશે. નિફ્ટીમાં 10400થી રિકવરી જોવા મળી છે. ભારતીય માર્કેટમાં હાલની રેલી 10,700-10,800 સુધી જોવા મળી શકે. હાલમાં ભારતીય માર્કેટ વોલેટાઇલ રહેશે. હાલના માર્કેટ રેલીમાં વેચવાલી જોવા મળી શકે છે. નિફ્ટીમાં કોઇ પણ સમયે 200-250 પોઇન્ટનો ઘટાડો આવી શકે.

હાલમાં નિફ્ટી 11,000-11,200ને પાર નહી જોવા મળે. એફઆઈઆઈએસની ખરીદદારી ઘટતી જોવા મળી છે. અર્નિંગથી પણ માર્કેટને સપોર્ટ નથી મળ્યો. માર્કેટ 10,300-10,800ની વચ્ચે રહેતું જોવા મળશે.

નેશનલ સ્ટૉક એક્સચેન્ચ મોટી વાત નથી આપણા માટે. એસજીએક્સ આપણા માર્કેટ માટે મોટી વાત નહીં રહેશે. ભારતીય માર્કેટ પોતે પોતાની દિશા નક્કી કરી શકે છે.

એસબીઆઈ આવનાર ત્રણ-ચાર ક્વાટરમાં સારા પરિણામ જાહેર કરશે. એસબીઆઈના આવનાર ત્રણ-ચાર ક્વાટરમાં ખરાબ પરિણામ રહી શકે. એસબીઆઈમાં લાબાંગાળાના વ્યૂથી રોકાણ કરવું હિતાવહ રહેશે. એસબીઆઈ ટૂંકાગાળે સારા વળતર નહીં આપે.

ઇન્ડેક્સથી બહાર સારા પરિણામ આવતા જોવા મળ્યા છે. મિડકેપ કંપનીના ગત ક્વાટરમાં ખરાબ પરિણામ આવ્યા હતાં. મિડકેપમાં હાલના ત્રીમાસિકમાં સારા પરિણામ આવતા જોવા મળ્યા છે.

ઓએનજીસીના પરિણામથી નિરાશા જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટ કંપનીમાં એક રિસ્ક રહેલો છે. બજેટમાં એક્સાઇઝ કટ મળી ચુક્યો છે. ઓઇલ કંપનીમાં આ વર્ષે સારા આઉટપર્ફોમ નહી જોવા મળે.

રિટેલ ઇન્વેસ્ટર ઘટાડાથી ગભરાયા નથી. DIIના આંકડાથી માર્કેટમાં મોટો ઘટાડો નથી આવ્યો. એક-બે દિવસ મિડકેપમાં ઘટાડો જોવા મળ્યો. ઘટાડે DIIs મિડકેપમાં ખરીદી કરવા તૈયાર છે. માર્કેટમાં વોલેટાલીટી જળવાયેલી રહેશે.

માર્કેટ વોલેટાલિટી માટે તૈયાર થય રહ્યાં છે. માર્કેટમાં એગ્રેસિવ રોકાણ નહી કરવું જોઇએ. પસંદીના શૅર્સમાં રોકાણ કરવાથી ફાયદો થશે. કંપની મેનેજમેન્ટ ફંડામેન્ટલ જાણી રોકાણ કરવું. કેટલાક રોકાણકાર ફોર્ટિઝ ખરીદી રહ્યાં છે. મેનેજમેન્ટમાં ઘણી સમસ્યા જોવા મળી રહી છે. રોકાણકારને સલાહ રહેશે ફોર્ટિઝથી દુર રહેવું જોઇએ.

ઉદયન મુખર્જી, udayan mukharji