બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આવનારી પૉલિસીમાં 0.15-0.25%નો કાપ આવી શકે: મિહીર વોરા

ના રોજ પ્રકાશિત Fri, 29, 2019 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને સીઆઈઓ મિહીર વોરા પાસેથી.


મિહીર વોરાનું કહેવુ છે કે ઇકોનૉમીમાં સ્લૉડાઉન છતા માર્કેટ ઊંચાઇ પર છે. આવનારી પૉલિસીમાં 0.15-0.25%નો કાપ આવી શકે છે. ભારત અને ગ્લૉબલ માર્કેટની સ્થિતિ સમાન છે. લાર્જકેપમાં વધુ ફ્લો છે. પીએસયુ બેન્કમાં સરકાર માત્ર ટકવા માટે સપોર્ટ આપશે.


મિહીર વોરાના મતે ઈકોનોમીમા મોટા કડાકા અટકાવવા US,યુરોપની સેન્ટ્રલ બેન્કો પ્રવાહિતા રાખી. ફુડ કંપનીઓ સારો દેખાવ કરી રહી છે. $5 લાખ કરોડની ઈકોનોમી બનવા માટે રિફોર્મ પર ભાર મૂકવો અનિવાર્ય છે.


મિહીર વોરાનું માનવુ છે કે રીટેલ કંપનીઓ, એફએમસીજી કંપનીઓ સારો ગ્રોથ હાંસલ કરી રહી છે. સ્ક્રેપેજ પોલિસીથી ઓટો સેક્ટરમાં ધરખમ ફેરફાર લાવી શકશે નહિ. રિયલ એસ્ટેટમાં બધી જ કંપનીઓ રિસ્કી નથી. ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, કન્સ્ટ્રક્શનમાં અમારૂ એક્પોઝર વધાર્યું.


મિહીર વોરાના મુજબ માળખાકીય સુધારા માટે ઘણો સારો વખત છે. સેલેક્ટિવ મિડકેપ્સમાં અમે એક્સપોઝર છે. સેલેક્ટિવ મિડકેપ્સમાં અમે એક્સપોઝર છે. એવિએશન સેક્ટરમાં રોકાણથી અમે ઘણા દૂર રહ્યા છીએ.