બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલ માર્કેટમાં વૉલેટાલિટી યથાવત રહેશે: શૈલેન્દ્ર કુમાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 10590 સુધી પહોંચવામાં કામયાબ રહ્યા છે જ્યારે સેન્સેક્સે 34473.5 સુધી દસ્તક આપી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું નાર્નોલિયા વેલોક્સ એડવાઇઝર્સના સીઆઈઓ, શૈલેન્દ્ર કુમાર પાસેથી.

શૈલેન્દ્ર કુમારના મતે હાલ માર્કેટમાં વૉલેટાલિટી યથાવત રહેશે. કંપનીઓના અર્નિંગમાં ઉછાળ જોવા મળ્યો છે. ક્વાર્ટર 3 પરિણામોની દ્રષ્ટિએ ઘણુ સારૂ રહ્યુ છે. માર્કેટમાં આવનારો સમય અર્નિંગ ડ્રિવન રહેશે.

શૈલેન્દ્ર કુમારનું કહેવુ છે કે હાલમાં આવેલી તેજી પીઈ વધવાના કારણે આવી હતી. ફાર્મા શૅરમાં સન ફાર્માના મેનેજમેન્ટની કોમેન્ટ્રીમાં ખાસ દમ નથી. સુવેન લાઈફમાં લાંબાગાળા માટે ખરીદીની સલાહ છે. ટાટા એલેક્સી પર લાંબાગાળે રોકાણની સલાહ છે.

શૈલેન્દ્ર કુમારના મુજબ અમેરિકામાં અમેરિકાની બહાર કમાણી કરતી યુએસ આઈટી કંપનીઓ પર ટેક્સ લાગશે. માર્કેટમાં ખરીદ-વેચ કરતા પહેલા પીઈ પર ધ્યાન આપવુ જરૂરી. કોર્પોરેટ લેન્ડર જેમકે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક પર દબાણ જોવા મળી શકે.