બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આ બજેટ પાસેથી આપણને ઘણી અપેક્ષા: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે આ બજેટ પાસેથી આપણને ઘણી અપેક્ષા છે. ખાસ કરીને ઇકોનૉમી રિવાઇવલ માટે પગલા જરૂરી છે. માર્કેટ માટે હાલ સેન્ટિમેન્ટ્સ નેગેટિવ રહેલા છે. ઇન્ફ્રાના પ્રોજેક્ટ્સ આગળ જતા ઘણા સારી રીતે ચાલશે. કોસ્ટ ઓફ ફંડ નીચે લાવવી જરૂરી છે. માર્કેટમાં સટ્ટાકીય માહોલ ઉભો થયો છે તેને સેબીએ ત્વરિત ડામવો જોઈએ.

દેવેન ચોક્સીના મતે બજેટમાં ટેક્સ કેવી રીતે ઘટાડીને ગ્રોથ પાટા પર લવાય તેના પર ધ્યાન અપાશે. ભારતમાં આન્તરપ્રેનરને પૉલિસી પર વિશ્વાસ ન હોવાથી આગળ નથી આવતા. છેલ્લા 5 વર્ષમાં વિજળી દરેક ઘરમાં પહોંચી, હવે પાણીના નળ ઘરમાં પહોંચશે. સીઆરઆર મારફત આરબીઆઈ મોટી રકમ બાજુ પર મૂકાવતી હોઈ બેન્કોનો કોસ્ટ વધ્યો.

દેવેન ચોક્સીનું માનવુ છે કે બલ્ક ડિપોઝીટ સસ્તા ભાવે મળવી જોઈએ જેથી ધિરાણ કરવું સરળ બનશે. મહાનગરોની મહાનગર પાલિકા રોજગારી આપે છે પણ ઉમેદવાર પાસે યોગ્ય આવડત નથી. ચીનના ઔદ્યોગિક મોડેલને ભારતે અપનાવવો જોઈએે. ઘરનું વેચીને દેવુ ઘટાડતા પ્રમોટરને દરેક પ્રકારની સહાયતા કરવી જોઈએ.