બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મિડકેપ અને સ્મોલકેપમાં આવનારા 3 વર્ષમાં સારી તક: પારસ એડનવાલા

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11600 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 52 અંકોનો વધારો દેખાયો છે. આગળ બજારની ચાલ કેવી રહેશે તેના પર ચર્ચા કરીશું કેપિટલ પોર્ટફોલિયો એડવાઇઝર્સના એમડી પારસ એડનવાલા પાસેથી.


પારસ એડનવાલાનું કહેવુ છે કે ગ્લૉબલી US-ચીન વૉરમાં હાલ સ્લોડાઉન જોવા મળ્યું. ઑટો અને ઑટો એન્સિલરીમાં હાલ રોકાણની સારી તક છે. મિડકેપ અને સ્મોલકેપમાં આવનારા 3 વર્ષમાં સારી તક રહેલી છે.


પારસ એડનવાલાના મતે બેન્ક્સ, NBFCs, ફાર્મામાં રોકાણની તક રહેલી છે. ર્વ્લપૂલમાં રોકાણની તક રહેલી છે. કંન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ર્વ્લપૂલ, વોલ્ટાસ, હિતાચી પસંદ છે. મોટી કંપનીઓનું માર્કેટ શૅર એર્નિંગ પર ફોકસ છે. નાની કંપનીઓનું ડેટ રિપેમેન્ટ પર ફોકસ છે.


પારસ એડનવાલાના મુજબ DCB બેન્ક, સિટી યુનિયન બેન્ક પસંદ છે. કેન ફિન હોમ્સ પર પણ પસંદગી છે. TCSના ખરાબ નંબરનું અનુમાન હતુ જ. માઇન્ડટ્રીમાં પણ હાલ રોકાણ કરી શકાય. કેનેરા બેન્કમાં હાલના સ્તરે રોકાણ કરી શકાય. ટેલિકોમમાં ભારતી એરટેલ પસંદ છે.