બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટ પૂર્વે જ પોર્ટફોલિયો બનાવવાનું શરૂ કરવું જોઈએ: પ્રકાશ દિવાન

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રકાશ દિવાન પાસેથી.


પ્રકાશ દિવાનનું કહેવુ છે કે નવા વર્ષમાં સ્મોલ, મિડ કેપ તરફનો નેગેટિવ અભિગમ બદલાયો. માગ વધારવા માટે કેવા પગલા લેછે તે જોવું રહ્યું. બજેટ પૂર્વે જ પોર્ટફોલિયો બનાવવાનું શરૂ કરવું જોઈએ.


પ્રકાશ દિવાનના મતે ટેલીકોમ કંપનીઓ આજે AGR મામલે ક્યુરેટીવ પિટિશન દાખલ કરી શકે. ભારતી એરટેલે AGRની ચૂકવણી માટે પૂરતી જોગવાઈ કરી રાખી છે. ભારતી એરટેલમાં રોકાણ જાળવવાની સલાહ છે.

પ્રકાશ દિવાનની પંસદગીના શેરોમાં એલએન્ડટી, જેકે પેપર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.


પ્રકાશ દિવાનના મુજબ ઈકોનોમીની સાથે પેપર ઈન્ડસ્ટ્રી પણ સુધરી રહી છે. બજેટ પર સરકાર ક્ન્ઝપ્શન અને માગ વધારવા પર ધ્યાન આપી શકે છે. ઓટો સેક્ટમાં ભવિષ્યમાં સુધારો જોવા મળશે.