ઉંમરના અલગ-અલગ પડાવ પર સાચી ઈંશ્યોરન્સ પૉલિસીની કેવી રીતે કરવી પસંદ

વર્તમાન હાલાતમાં કોરોના વાયરસથી સમગ્ર દુનિયા થોભી ગઈ છે. લોકો ઘરોમાં કેદ રહેવા માટે મજબૂર થઈ ગયા છે. તેનાથી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે એવી ઘટનાઓનો સામનો કરવા માટે અમે પોતાના જીવનને કેવુ સરળ બનાવી શકીએ છે.
જે રીતે દુનિયાભરમાં હાલાત બનેલા છે, તેનાથી હવે તે સાફ થઈ ગયુ છે કે અમે પોતાના હેલ્થ પર ખાસ કરીને ધ્યાનની જરૂર છે. જો આ સમય તમે કોઈ હેલ્થ પૉલિસી ખરીદવા માટે વિચારી રહ્યા છો તો એ સમય તમારા માટે સારો છે. આ સમય તમે કોરોના વાયરસને જોતા કોઈપણ સારી પૉલિસીની પસંદગી કરી શકો છો.
જાણકારોનું કહેવુ છે કે જો તમે પહેલી વાર ઈંશ્યોરન્સ પૉલિસી ખરીદી રહ્યા છો તો તમારા દિમાગમાં ઘણી રીતના સવાલ ઉભા થઈ રહ્યા હશે. તમારી પોતાની ઉંમરના હિસાબથી જોવુ પડશે કે તમારા માટે કઈ ઈંશ્યોરન્સ પૉલિસી સારી રહેશે. તેના માટે તમને કેટલીક ટિપ્સ આપી રહયા છે કે તમે તમારા હિસાબથી સાચી પૉલિસીની પસંદગી કરશે.
યુવા અવસ્થામાં જ્યારે તમે એવિવાહિત હો
આ ઉંમરનો તે પડાવ છે જ્યારે તમારી પાસે નાણાકીય રૂપથી અધિક બોજો નહીં હોય. આ ઉંમરમાં લાઈફ ઈંશ્યોરન્સ પૉલિસીમાં રોકાણ કરવા માટે બરાબર રહેશે. આ ઉંમરમાં તમારે હેલ્થ ચેકઅપની જરૂરત ઓછી પડે. જો તમે કોઈ હૉસ્પિટલમાં ભર્તી થાવ છો કે કોઈ અચાનક એક્સીડેંટ થાય છે, તો તમારા માટે હેલ્થ ઈંશ્યોરન્સ પૉલિસી કામ કરશે. તમારા હિસાબથી કોઈ સારી પૉલિસીની પસંદગી કરી જેનાથી ભવિષ્યમાં કવરેજ વધતુ હોય. એટલે કે પછી તમને તેનો લાભ મળે.
જ્યારે તમે પ્રોફેશનલ છો તમારી કમાણી સારી છે
ઉંમરના આ એક મોટો પડાવ હોય છે જ્યારે તમારી પાસે નોકરી, પૈસા બધુ હોય છે. આ ઉંમરમાં તમે કરિયરમાં ગ્રોથ કરી રહ્યા છો. તમારી કમાણી પણ સારી રહે છે. એવી અવસ્થામાં જાણકારોનું કહેવુ છે કે લાંબી અવધિ માટે રોકાણ કરવુ સારૂ રહે છે. કારણ કે આ ઉંમરમાં તમારી આવક સારી રહે છે. તમે યૂનિટ લિંક્ડ ઈંશ્યોરન્સમાં તમે રોકાણ કરી શકો છો. અહીં તમારૂ ઈંશ્યોરન્સ પણ હોય ચે અને રોકાણ પણ હોય છે. એટલે કે તમને ડબલ લાભ મળે છે.
જ્યારે તમે વિવાહિત છો અને બાળકો પણ સાથે છે
આ એક એવો સમય છે જ્યારે તમારી પાસે નવી જવાબદારીઓ સામે આવે છે. આ સમય તમારે પોતાની હેલ્થ કવરેજ અને ટર્મ પ્લાનને બદલી લેવો જોઈએ. તમારી પાસે એવી હેલ્થ પૉલિસી હોવી જોઈએ, જેનાથી ગંભીર બિમારીઓનું કવરેજ મળી શકે. આ સમય તમારા રિટાયરમેન્ટ માટે પણ કોઈ નાનો પ્લાન લેવો જોઈએ, જો કે હજુ આ ઘણુ દૂર છે, પરંતુ તમે રોકાણ કરવાની નાની શરૂઆત કરી શકો છો.
તેના સિવાય તમે તમારી હેલ્થ પૉલિસીમાં બાળકોને પણ જોડી શકો છો. બાળકોની એજ્યુકેશન માટે ઈંશ્યોરન્સ પૉલિસી શરૂ કરવી જોઈએ.
જીવનની વચ્ચેના પડાવ, જ્યારે તમારી પાસે હોય છે
ઘણી બધી જવાબદારી આ એક એવી ઉંમર છે જ્યારે તમે 45 વર્ષની ઊપરના હશો. તમારી પાસે ઘર, પરિવાર, બાળકોની જવાબદારી હોય છે. એવામાં તમે હેલ્થ પર ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર રહે છે. કારણ કે તમારી પાછળ તમારા પરિવારના ઘણા લોકો છે. એટલા માટે તમારે એવી હેલ્થ પૉલિસી લેવી જોઈએ જેમાં પૂરૂ હેલ્થ કવર થઈ શકે. ખાસકરીને ઉંમરમાં કઈ રીતના ટેસ્ટ કરાવાની જરૂર પડે છે.