ઘરે બેસીને લઇ શકો છો LICની 11 સર્વિસનો બેનિફિટ, બસ કરી લો માત્ર રજિસ્ટ્રેશન - lic whatsapp service now you wont forgot to pay lic policy premimum policyholders get insurance details | Moneycontrol Gujarati
Get App

ઘરે બેસીને લઇ શકો છો LICની 11 સર્વિસનો બેનિફિટ, બસ કરી લો માત્ર રજિસ્ટ્રેશન

LIC WhatsApp Service: શું તમે ઘણીવાર LIC નું પ્રીમિયમ ભરવાનું અને બાદમાં લેટ ફી સાથે પ્રીમિયમ ભરવાનું પણ ભૂલી જાઓ છો. હવે આવું નહીં થાય. તમે LIC Whatsapp સેવાનો પણ બેનિફિટ લઈ શકો છો. જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. LIC તેના કસ્ટમરને Whatsapp પર 11 સર્વિસ આપી રહી છે

અપડેટેડ 01:11:22 PM Feb 04, 2023 પર
Story continues below Advertisement

LIC WhatsApp Service: શું તમે વારંવાર LIC પ્રીમિયમ ભરવાનું ભૂલી જાઓ છો અને બાદમાં લેટ ફી સાથે પ્રીમિયમ ચૂકવો છો. હવે આવું નહીં થાય. તમે LIC Whatsapp સેવાનો પણ બેનિફિટ લઈ શકો છો. જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. LIC તેના કસ્ટમરને Whatsapp પર 11 સર્વિસ પૂરી પાડી રહી છે. મતલબ, હવે તમને તમારા ફોન પર Whatsapp પર તમારી પોલિસી અથવા LIC સંબંધિત તમામ માહિતી મળશે. તમારે કોઈપણ માહિતી માટે LIC ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે તેમનું તમામ કામ Whatsapp દ્વારા થશે. આ સેવા દ્વારા કસ્ટમર એલઆઈસીની કેટલીક સર્વિસનો બેનિફિટ લઈ શકશે.

આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે
LICની આ તમામ સુવિધાઓ કસ્ટમરને Whatsapp પર મળશે.
પ્રીમિયમ પેમેન્ટ
બોનસ ઇન્ફોર્મેશન
પોલીસી સ્ટેટસ
લોન એલિજીબ્લીટી કોટશન
લોન રિપેમેન્ટ કોટશન
લોન ઇન્ટરેસ્ટ પેમેન્ટ
પ્રિમીયમ પેડ સર્ટિફિકેટ
યુલિપ – સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ
LIC સેવા સાથે જોડાયેલી સેવા લેવા અથવા બહાર નીકળવા માટેની સેવા
વોટ્સએપ પર વાત કરવાની સર્વિસ

આ રીતે એક્ટિવ કરો
એલઆઈસી પોલિસીધારકો કે જેમણે તેમની પોલિસી ઓનલાઈન રજીસ્ટર કરાવી નથી તેઓએ Whatsapp સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમની પોલિસી રજીસ્ટર કરવી પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર LIC તરફથી Whatsapp પર મેસેજ આવશે. કસ્ટમર મોબાઈલ નંબર 8976862090 પર હેલો ટેક્સ્ટ કરીને પણ આ સેવાનો બેનિફિટ લઈ શકે છે. તમારે પહેલા આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરવો પડશે. આ LICનો સત્તાવાર નંબર છે. તે પછી, તમે ઉપર જણાવેલ સેવાનો બેનિફિટ લઈ શકો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 03, 2023 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.