બજાર » સમાચાર » વીમો

Vodafone Ideaએ કર્યો બ્લાસ્ટ, 51 અને 301 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં લો હેલ્થ ઇન્શ્યોરેન્સનો લાભ

આ ઑફરમાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઇને કોરોના વાયરસ મહામારી અથવા પહેલાથી કોઇ બીમારી પર કવર મળશે.
ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 18:09  |  સ્ત્રોત : Moneycontrol.com

Vodafone Idea Recharge Plan: આખા દુનિયામાં કોરોના વાયરસના મહામારીને કારણે ગભરાટ ફેલાઇ છે. લોકો તેનાથી બચવા માટે વિવિધ પ્રકારના પગલા લઇ રહ્યા છે. હેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસી પણ લેવામાં આવે છે. પરંતુ વોડાફોન આઇડિયા (Vodafone idea-Vi) મોબાઇલ રિચાર્જ કરવા પર હેલ્થ ઇન્શ્યોરેન્સનો ફાયદો આપી રહ્યો છે. કંપનીના આ રિચાર્જ પ્લાનમાં ફક્ત 51 અને 301 રૂપિયાના રિચાર્જ કરાવા પર કોરોના વાયરસ મહામારી જેવી તમામ બીજી બધી બીમારીઓ પર કવર મળી રહી છે.


વોડાફોન આઈડિયાએ તેના યૂઝર્સઓને હેલ્થ ઇન્શ્યોરેન્સનો લાભ આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરેન્સ (Aditya Birla Health Insurance-ABHI)ની સાથે ભાગીદારી કરી છે. કંપની આ પ્લાનના હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પર એક દિવસ 1000 રૂપિયા સુધી આપી રહી છે. જેમાં કોરોના વાયરસ મહામારી પણ સામેલ છે. ત્યારે ICU ટ્રીટમેન્ટના માટે પ્રતિદિન 2000 રૂપિયા સુધી આપશે.


વીઆઈ હૉસ્પીકાયર (Vi Hospicare) યોજના હેઠળ કંપની ગ્રાહકોને 51 રૂપિયા અને 301 રૂપિયાનું રિચાર્જ પર હેલ્થ ઇન્શ્યોરેન્સ ફ્રી માં આપી રહી છે. એ નવા ઑફરના હેઠળ બન્ને કંપનીઓ મોટા પાયે પર તે લોકોને હેલ્થ ઇન્શ્યોરેન્સ કવર આપવાની યોજના બનાવી રહી છે જે હજી સુધી કોઈ ઇન્શ્યોરેન્સ પ્લાનનો ભાગ નથી બન્યા.


વોડાફોન આઈડિયાના પ્રીપેડ યુઝર્સને Vi Hospicare) યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવા પર કવર આપવામાં આવશે. કંપનીના યૂઝર્સને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવા માટે દરરોજ 1000 રૂપિયા સુધી આપી રહી છે. ત્યારે ICU ટ્રીટમેન્ટ માટે દરરોજ 2000 રૂપિયાનું કવર દરરોજ મળે છે.


શું છે કંપનીનું 51 રૂપિયા અને 301 રૂપિયાનું પ્લાન


કંપનીના 51 રૂપિયાવાળા પ્લાનમાં ફક્ત SMS મળે છે. તેની માન્યતા 28 દિવસની છે. તેમાં 500 SMS ફ્રી મળે છે. બીજા લાભ તરીકે તેમાં Hospicareની સુવિધા મળે છે. ત્યારે, 301 રૂપિયામાં કંપની એક અનલિમિટેડ પેક ઑફર કરી રહી છે. આમાં ગ્રાહકો પાસે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 1.5 GB ડેટા, દરરોજ 100 SMS ફ્રી અને તેની માન્યતા 28 દિવસની છે.