બજાર » સમાચાર » રોકાણ

કાલથી ATM થી પૈસા ઉપાડવા, ડેબિટ અને ક્રેડિટ ઉપયોગ થઈ જશે મોંઘો, RBI એ બદલ્યા નિયમ

RBI Rule Change: 1 ઓગસ્ટથી એટીએમ (ATM) થી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે.
ના રોજ પ્રકાશિત Sat, 31, 2021 પર 10:48  |  સ્ત્રોત : Moneycontrol.com

RBI Rule Change: કાલથી એટલે કે 1 ઓગસ્ટથી એટીએમ (ATM) થી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) એ હાલમાં ATM ટ્રાંજેક્શન પર ચાર્જ વધારી દીધો છે. RBI એ ઈંટરચેંજ ફીઝ ફાઈનાન્શિયલ ટ્રાંજેક્શન માટે 15 રૂપિયાથી 17 રૂપિયા કરી દીધા છે. નૉન ફાઈનાન્શિયલ ટ્રાંજેક્શન માટે ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દીધો છે.

આ નવા દર 1 ઓગસ્ટથી લાગૂ થશે. RBI ના મુજબ, ઈંટરચેંજ શુલ્ક બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેંટના સમય મર્ચેંટ કરવામાં આવે છે. આ ચાર્જ બેન્કો અને ATM કંપનીઓની વચ્ચે હંમેશાં વિવાદનો વિષય રહ્યો છે.

1 ઓગસ્ટ થી લાગૂ થશે દર

RBI એ એટીએમ ટ્રાંજેક્શનની ઈંટેરચેંજ ફીઝ દર ફાઈનાન્શિયલ ટ્રાંજેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નૉન-ફાઈનાન્શિયલ ટ્રાંજેક્શન માટે 5 થી વધીને 6 રૂપિયા કરી દીધી છે. આ 1 ઓગસ્ટથી લાગૂ થઈ જશે.

ATM થી કેશ ઉપાડવાના નિયમોમાં થયો બદલાવ

બેન્કના ATM થી દર મહીને પાંચ ફ્રી ટ્રાંજેક્શન ગ્રાહકોને મળે છે. તેમાં ફાઈનાન્શિયલ અને નૉન ફાઈનાન્શિયલ બન્ને રીતની ટ્રાંજેક્શન શામેલ છે. તેની બાદ એટીએમથી ટ્રાંજેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન આપવું પડશે. કેશ ઉપાડવા માટે બીજી બેન્કના એટીએમનો ઉપયોગ કરવા વાળા ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં 3 અને નૉન-મેટ્રો સિટીમાં 5 ફ્રી એટીએમ ટ્રાંજેક્શન મળે છે. આ ચાર્જ 1 જાન્યુઆરી 2022 થી લગાવામાં આવશે.