બજાર » સમાચાર » રોકાણ

કોરોના વાયરસ: EPFO થી આ રીતે ઉપાડી શકો છો ફંડ

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 17:14  |  સ્ત્રોત : Moneycontrol.com

EPFOએ હવે તેના સબ્સ્ક્રાઇબર્સને આ ફંડથી કેટલીક રકમ કાઢવા માટે મંજૂરી આપી છે. કોરોના વાયરસ રોગચાળો જોઈને નિર્મળા સીતારમણને ગયા સપ્તાહએ તેની જાહેરાત કરી હતી. EPFOના નવા નિયમો અનુસાર, સબ્સ્ક્રાઇબર્સ તેમની કુલ જમા પૂન્જી માંથી 75 ટકા અથવા ત્રણ મહિનાના પગારની બરાબર રકમ ઉપાડી શકાય છે. આ બંન્ને માંથી ઓછી હશે એ જ રકમ ઉપાડવાની મંજૂરી છે.


દેશમાં કોરોના વાયરસ રોગચાળાના સંક્રામણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન છે. આ દરમિયાન લોકોને કેસની તંગી ન થાય એના માટે ફાઇનાન્સ મિનિસ્ટરે આ નિર્ણય લીધો છે. નિર્મળા સીતારામને એમ પણ કહ્યું હતું કે જે કંપનીઓમાં 100 થી ઓછા કર્મચારીઓ છે અને 90 ટકા કર્મચારીઓની સંખ્યા 15 ટકા કરતા પણ ઓછી છે તેને ત્રણ મહિનાના પીએફ કૉન્ટ્રિબ્યૂશન સરકાર આપશે. સરકાર કર્મચારી અને કંપની તરફથી 12 ટકા + 12 ટકા કૉન્ટ્રિબ્યૂશન કરશે.


EPFO થી આ રીતે ઉપાડી શકો છો ફંડ?


જો તમે EPFO થી તમારૂ ફંડ ઉપાડવા માંગતા હો, તો સૌ પ્રથમ તમારા પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. તમારી પાસે આધાર, પાન કાર્ડ અને બેન્ક વિગતો પણ હોવી જોઈએ.


આ બધી વિગતો સાથે સૌથી પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો. પછી UNA દ્વારા લૉગિન કરો.


હવે Online services પર ક્લિક કરો અને Claim સેક્શન પર જાઓ.


હવે તમારો બેન્ક એકાઉન્ટ નંબરને ચકાસો.


તમારા ચેક અથવા પાસબુકની સ્કેન કોપી અપલોડ કરો.


તમને એડવાન્માં ફંડ ઉપાડવાના કારણ પૂછવામાં આવશે, તમે તેમાં કોરોના વાયરસનો રોગચાળો કહી શકો છો.


આ પછી તમારી પાસે આધાર બેઝ્ડ OTP આવશે. એકવાર ક્લેમ પ્રોસેસ્ડ થયા બાદ યહ અપ્રુવલ માટે તમારી કંપની પાસે જશે.


અત્યાર સુધી EPFO થી પૈસા ત્યારે જ ઉપાડી સક્તા હતા જ્યારે તમે ઘર બનાવી રહ્યા છો અથવા લોન ચુકવવા, બે મહિનાથી નોકરી ન હોવી અથવા પગાર ન મેળવો અથવા પોતાના લગ્ન, પુત્રી કે પુત્રના લગ્ન અથવા કોઈ સભ્યની સારવાર માટે પૈસા ઉપાડી સકતા હતા.