બજાર » સમાચાર » રોકાણ

EPFO: જલ્દી આવશે PF અકાઉન્ટમાં પૈસા, તમારા મોબાઇલ પરથી મિસ્ડ કૉલ આપીને જાણો બેલેન્સ

EPFO: કોરોના વાયરસ મહામારીના આ યુગમાં મોંઘવારીથી પીડિત લોકો માટે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 19:07  |  સ્ત્રોત : Moneycontrol.com

EPFO: કોરોના વાયરસ મહામારીના આ યુગમાં મોંઘવારીથી પીડિત લોકો માટે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે. જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો તો તમને પણ લાભ મળશે.


ખરેખર, મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. જેના કારણે હવે સબ્ક્રાઇબર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, EPFO નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ જુલાઇના અંત સુધીમાં અથવા ફરી ઑગસ્ટની શરૂઆત સુધીમાં મોકલી શકે છે. હવે જુલાઈ મહિનો તેના છેલ્લા તબક્કામાં જઈ રહ્યો છે. તેથી કયાસ લગાવામાં આવી રહ્યા છે કે સભાસદોને જલ્દીથી તેનો લાભ મળશે.


જણાવી દઇએ કે શ્રમ મંત્રાલયની મંજૂરી પછી EPFO સબ્સક્રાઇબર્સના અકાઉન્ટમાં 8.5 ટકાના દરે પૈસા જમા કરવામાં આવશે. છેલ્લી વાર નાણાકીય વર્ષ 2019-20માં KYCમાં થઇ ગડબડીને કારણે ઘણા સબ્સક્રાઇબર્સ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.


જાણો કેવી રીતે ચેક બેલેન્સ


મિસ્ડ કૉલ દ્વારા જાણો બેલેન્સ


તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ આપવો પડશે. આ પછી EPFO​​ના મેસેજના દ્વારા PFની ડિટેલ પ્રાપ્ત થશે. અહીં પણ તમારું UAN, પાન અને આધાર લિંક હોવું જરૂરી છે.


SMS દ્વારા જાણો બેલેન્સ


1 જો તમારી UAN નંબર EPFO સાથે રજિસ્ટર્ડ છે, તો તમારા PFના બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મેળવવામાં આવશે. આ માટે તમને 7738299899 પર EPFOHO લખીને પડશે. તમારા PFની જાણકારી મેસેજ દ્વારા મળશે.


જો તમને ગુજરાતી ભાષામાં જાણકારી જોઈએ છે, તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં મળી રહી છે. પીએફ બેલેન્સ માટે જરૂરી છે કે તમારું UAN, બેન્ક એકાઉન્ટ, પાન (PAN) અને આધાર (Aadhar)થી લિંક થયેલ હોવું જોઈએ.