બજાર » સમાચાર » રોકાણ

બેન્ક ડૂબવા પર પણ ખાતાધારકોને 90 દિવસમાં મળશે પૈસા પાછા, મોદી સરકાર બદલશે નિયમ

યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક અને પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેન્ક જેવી બેન્કોથી મુશ્કેલીમાં ગ્રાહકો માટે મોદી સરકાર રાહત લાવવાની છે.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 16:17  |  સ્ત્રોત : Moneycontrol.com

યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક અને પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેન્ક જેવી બેન્કોથી મુશ્કેલીમાં ગ્રાહકો માટે મોદી સરકાર રાહત લાવવાની છે. કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાયેલી મીટિંગમાં ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કૉર્પોરેશન (DIGC) બિલ અને લિમિટેડ જવાબદારી ભાગીદારી અમેન્ડમેન્ટ બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિસને સંસદમાં મુકવામાં આવશે. આ બિલ મુજબ બેન્કના ડૂબવા પર પણ વીમા હેઠળ અકાઉન્ટ હોલ્ડર્સને 90 દિવસની અંદર પૈસા મળી જશે. એટલે કે બિન્ક ડૂબવા પર પણ તમારા પૈસા નહીં ડૂબશે.


મોદી સરકારે આપી મંજૂરી


નાણાં પ્રધાન નિર્મળા સીતારામણે કહ્યું કે DIGC બિલ હેઠળ જો કોઈ બેન્ક મોરટોરિયમ હેઠળ હોય તો પણ 5 લાખ રૂપિયા સુધીની ડિપોજિટનો ઇન્શ્યોરેન્સ લેવામાં આવશે. આમાં તમામ બેન્કમાં કોઇ પણ પ્રકારના 5 લાખ રૂપિયા સુધીના ડિપોઝિટ પર ગ્રાહકોને ઇન્શ્યોરેન્સની સુરક્ષા મળશે. સરકાર આ બિલ ચોમાસું સત્રમાં સંસદમાં રજૂ કરશે. આ સુધારા પસાર કરીને ગ્રાહકોના નાણાં સુરક્ષિત રહેશે.


90 દિવસમાં મળશે પૈસા


આ બિલ પસાર થયા બાદ સેવિંગ અકાઉન્ટ હોલ્ડરને બેન્ક ડૂબી જાય તો પણ 90 દિવસની અંદર પૈસા મળી જશે. આ નિયમ હેઠળ તમામ પ્રાઇવેટ, સરકારી અને કોઑપરેટિવ બેન્ક આવશે. આ નિયમ હેઠળ ગ્રામીણ બેન્કો પણ આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ પ્રકારના ઇન્શ્યોરેન્સ માટેનું પ્રીમિયમ બેન્ક દ્વારા ચૂકવવામાં આવે છે. હાલના વર્ષમાં કેટલીક કો-ઑપરેટિવ બેન્કોના દિવાલિયા થવાથી તેના ડિપૉઝિટર્સનો મોટો નુકસાન થયો હતો. તેને ધ્યાનમાં રાખીને ઇન્શ્યોરેન્સ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


બેન્ક ગ્રાહકોને મળશે રાહત


સીતારમણે કહ્યું કે બેન્કના મોરાટોરિયમ હેઠળ હોવા પર આ પગલા ત્યારે જ લાગુ થશે. મુશ્કેલીમાં મુકાયેલી બેન્ક પહેલા 45 દિવસમાં ઇન્શ્યોરેન્સ કૉરપોરેશનને સોંપવામાં આવશે. રિઝૉલ્યૂશનની રાહ જોયા વિના 90 દિવસની અંદર પ્રોસેસને પૂર્ણ કરવામાં આવશે. એમાં મોરાટોરિયમનું સામનો કરી રહ્યા બેન્કની રાહત મળશે. એમાં તમામ ડિપૉઝિટ માંથી 98.3 ટકા કવર થઇ જશે. સીતારામણે કહ્યું હતું કે ડિપૉઝિટની વેલ્યૂના હેઠળ આ 50 ટકાથી વધારે કવરેજ હશે.