બજાર » સમાચાર » રોકાણ

ઓછા સમયમાં વધારે રિટર્ન જોઇએ તો આ 4 વસ્તુઓમાં કરો રોકાણ

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસ લૉકડાઉનથી પૂરી દુનિયાનું અર્થતંત્ર ચરમરા ગયું છે. મોટાભાગના સ્થળોથી વર્ષના શરૂઆત પછીથી ખૂબ નબળો રિટર્ન પ્રાપ્ત કર્યું છે. સ્ટૉક માર્કેટે તો છેલ્લા એક વર્ષમાં નેગેટીવ રિટર્ન આપ્યું છે, જ્યારે વ્યાજના દરમાં પણ ઘટાડો થયો છે. સોનું (Gold) એકમાત્ર રોકાણ છે, જેણે ઉત્તમ રિટર્ન આપ્યું આપ્યું છે. અમે તમને એવી જગ્યાએ રોકાણ કરવા સલાહ આપી રહ્યા છીએ, જ્યાં તમને એક વર્ષમાં વધુ સારું રિટર્ન મળી શકે છે. વધારે જોખમને કારણે અમે તમને જે રોકાણની ભલામણ કરી રહ્યા છીએ તેમાં ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ શામેલ નથી.


IDBI First Bankમાં સેવિંગ અકાઉન્ટ ખોલો


હાલના સમયમાં સરકારી બેન્કમાં Fixed Deposit (FD) પર 5 થી 5.75 ટકા વ્યાજ દરો આપવામાં આવે છે. જો તમારી પાસે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક (IDFC First Bank)માં સેવિંગ અકાઉન્ટ છે અને તેમાં 1 લાખ રૂપિયાથી વધુનું બેલેન્સ છે, તો તમને 7 ટકા વ્યાજ દર મળશે. ત્યાજ અગર 1 લાખ રૂપિયાથી ઓછી બેલેન્સ હશે, તો 6 ટકા વ્યાજ દર મળશે. કુલ મળીને આ બેન્કમાં સેવિંગ અકાઉન્ટ દ્વારા પણ વધુ સારુ રિટર્ન મેળવી શકો છો. આ સિવાય તમને અનલિમિટેડ ફંડ ટ્રાન્સફર, ફ્રી ક્લાસિક ડેબિટ કાર્ડ જેવા અન્ય ઘણા ફાયદા પણ મળે છે. સેવિંગ અકાઉન્ટ માંથી 10,000 રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી.


KTDFC માં FD


KTDFC એક પ્રાકરથી કેરલ સરકારનું ઉપક્રમ છે. તેનું પૂરું નામ કેરળ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (Kerala Transport Development Finance Corporation) છે. Fixed Deposit પર કેરલ સરકાર ગેરેન્ટી આપે છે. તેથી તે મોટા પ્રમાણમાં સલામત માનવામાં આવે છે.


1, 2 અને 3 વર્ષના FD પર 8 ટકા વ્યાજ દર મળે છે. જોકે આ સમયે કદાચ છે કોઈ પણ બેન્ક 8 ટકા વ્યાજ દર નથી આપી રહી. 3 વર્ષ માટે જમા રહેવા પર 9 ટકા વ્યાજ દર મળે છે. સીનિયર સિટીઝન્સને 0.25 ટકા અતિરિક્ત વ્યાજ દર મળે છે.


IndusInd Bank માં FD


ઈન્ડસઈન્ડ બેન્કમાં અગર તમે એક વર્ષ માટે FD કરો છો, તો તમને 7 ટકા વ્યાજ દર મળશે. જો તમારી પાસે સેવિંગ ઇકાઉન્ટ છે તો પછી 2 વર્ષ પછી તમને તમારા બેલેન્સ પર 7 ટકા વ્યાજ મળે છે. હાલમાં એવી ઘણી ઓછી બેન્કો છે જે FD પર 7 ટકા વ્યાજ આપે છે. સીનિયર સિટીજન્સ પર જમાં રકમ પર 0.50 ટકા અતિરિક્ત વ્યાજ દરનો ઑફર મળી રહ્યા છે.


LIC હાઉસિંગ ફાઇનાન્સમાં FD


1 વર્ષના ટૂંકા ગાળા માટે LIC હાઉસિંગ ફાઇનાન્સ 7 ટકા વ્યાજ દર આપી રહી છે. તેને જમા રકમ પર AAA રેટિંગ મળી છે. એટલે કે તમારા પૈસા સંપૂર્ણપણે સલામત છે. LIC હાઉસિંગને LIC પ્રમોટ કરે છે. તેથી તેમાં તમારી જમા રકમ પૂરી રીતે સલામત છે. હાલમાં કોઈ પણ મોટી સંસ્થામાંથી 7 ટકા રિટર્ન મેળવવું ખૂબ મુશ્કેલ છે. આમાં તમને એક વર્ષ આપવામાં આવે છે કે લાંબા ગાળા માટે પૈસા બ્લૉક ન કરો, પરંતુ એક વર્ષ માટે રોકાણ કરો.