બજાર » સમાચાર » રોકાણ

NPS: નેશનલ પેન્શન સ્કીમથી મળે છે ઇનકમ ટેક્સના ત્રણ-ત્રણ ફાયદા, અહીં જાણો ડિટેલ

નેશનલ પેન્શન સ્કીમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી ન થઇને તમને ટેક્સથી સંબંધિત ઘમા ફાયદા આપે છે.
ના રોજ પ્રકાશિત Mon, 20, 2021 પર 17:50  |  સ્ત્રોત : Moneycontrol.com

નેશનલ પેન્શન સ્કીમ (NPS) સંપૂર્ણપણે ટેક્સ ફ્રી નથી. તેમ છતાં, તેમાં રોકાણથી તમને એક નહીં પરંતુ ત્રણ ઇનકમ ટેક્સ સંબંધિત ફાયદો મળે છે. ટેક્સ જાણકારો મુજબ, NPS ખાતામાં આપેલા યોગદાન હેઠળ તમે કલમ 80CCD(1) અને 80CCD (1B) હેઠળ ટેક્સ ક્લેમ કરી શકે છે. જ્યારે અકાઉન્ટ ચાલુ રાખવા દરમિયાન મેળ વેલી ઇનકમ ટેક્સ ફ્રી છે.


જો કે, NPS અકાઉન્ટની મેચ્યોરિટીના સમય તેમાં જમા કુલ રકમના માત્ર 60 ટકા જ ઉપાડી શકાય છે, જે ટેક્સ ફ્રી છે. જ્યારે બાકીના 40 ટકા માટે તમારે જીવન ઇન્શ્યોરેન્સ કંપની પાસેથી એન્યુટી ખરીદવી પડશે. આવી સ્થિતિમાં નેશનલ પેન્શન સ્કીમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી નથી પણ તમને ટેક્સ સંબંધિત ઘણા ફાયદા આપે છે.


આ સિવાય NPAને લઇને આ સવાલ પણ હંમેશા ઉદ્ભવે છે કે શું નિયોક્તા તરફથી 1.50 લાખ રૂપિયાથી વધુનું રોકાણ પણ કલમ 80 સી હેઠળ ઇનકમ ટેક્સ છૂટ મળી છે? તમારા NPS એકાઉન્ટમાં નિયોક્તાનો યોગદાન તમારા પગારના 10 ટકા સુધી જ ટેક્સ ફ્રી છે. તેની મહત્તમ મર્યાદા 7.5 લાખ રૂપિયા પણ છે, જે નિયોક્તા દ્વારા કરવામાં આવ્યું NPS, ભવિષ્ય નિધિ (PF) અને સુપરએનુએશન યોગદાનને મળીને ઉમેરવામાં આવે છે.


અહીં એક સવાલ ઉભો થાય છે કે જો નિયોક્તા તેના કર્મચારીનું NPS નથી ખોલતું તો એમ્પ્લોયર કેવી રીતે NPAનું ટેક્સ લાભ લઈ શકે છે? વાસ્તવમાં NPSના હેઠળ કોઇ પણ કર્મચારી પોતાનું ખાતું ખોલાવી શકે છે. જ્યારે તેના ખાતામાં કર્યા યોગદાન માટે 80 સીસીડી (1)ના હેઠળ મહત્તમ 1.50 લાખ રૂપિયા અને કલમ 80 સી ની અન્ય યોગ્ય વસ્તુઓ સાથે ટેક્સ ક્લેમ કરી શકે છે.


NPSના રોકાણથી બહાર નીકળવાનો નિયમ બદલાયો


સામાન્ય રીતે NPSમાં રોકાણના 3 વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો. સબ્સક્રાઇબર ફંડનું 40 ટકા એન્યુટી (માસિક પેન્શન) તરીકે પર ઉપયોગ કરી શકે છે અને બાકીની રકમ એક સાથે ઉપાડી શકે છે. જો કે, જો ફંડ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછું હોય તો સબ્સક્રાઇબર એક સાથે સમયે સમગ્ર રકમ ઉપાડી શકે છે. જો તમે NPSનો ફંડ 3 વર્ષથી પહેલા ઉપાડો છો તો તે પ્રી-મેચ્યોર એગ્જિટ માનવામાં આવે છે. આમાં સબ્સક્રાઇબરને ઓછામાં ઓછી 80 ટકા રકમ વાર્ષિકી તરીકે પર રાખવાની હોય છે અને બાકીની રકમ એકમુશ્ત ઉપાડી શકે છે. જો કે, જો કુલ ઉંડ 2.5 લાખ અથવા તેનાથી ઓછું હોય, તો ગ્રાહક એક જ સમયે સમગ્ર રકમ ઉપાડી શકે છે.