બજાર » સમાચાર » રોકાણ

PM kisan Samman Nidhi: આ ખેડૂતો નથી લઈ શકતા પીએમ કિસાન યોજનાનો લાભ, જાણો શું છે નિયમ

નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વર્ષ 2018 ની શરૂ કરી હતી.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 18:19  |  સ્ત્રોત : Moneycontrol.com

PM kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વર્ષ 2018 ની શરૂ કરી હતી. આ યોજના હેઠળ 1 વર્ષમાં 3 હપ્તામાં ખેડૂતોને સરકાર 6,000 રૂપિયાની આર્થિક સહાયતા કરે છે. દર 4 મહિને ખેડૂતોના અકાઉન્ટમાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી ખેડૂતોના અકાઉન્ટમાં 8 હપ્તામાં નાણાં મોકલવામાં આવ્યા છે. 12 કરોડ ખેડૂતોને આ યોજના દ્વારા જોડવામાં આવ્યા છે.


આ યોજનામાં ઘણા આવા ખેડૂતો સામેલ છે. જેઓ આ યોજનાના નિયમો અને શર્તોને પૂર્ણ નથી કરતા અને પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે. સરકારે આવા અયોગ્ય ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે. સરકારે હવે આ અયોગ્ય ખેડૂતો પાસેથી નાણાં વસૂલવાનો નિર્ણય કર્યો છે અને તેમને પીએમ કિસાન યોજનામાંથી બહારનો રસ્તો પણ બતાવવામાં આવશે.


જાણો કયા ખેડૂતોને નહીં મળે યોજનાનો લાભ


- જો ખેડૂત પરિવારનો કોઈ સભ્ય ટેક્સ જમા કરે છે તો તેને યોજનાનો લાભ આપવામાં નતી આવતો. પરિવારનો સભ્ય એટલે પતિ-પત્ની અને જરૂરત બાળકો થી છે.


- જેમની પાસે કૃષિ યોગ્ય જમીન નથી તેમને પીએમ કિસાન યોજનામાંથી રાકવામાં આવ્યું છે.


- જો તમારી પાસે કૃષિ યોગ્ય જમીન દાદા અથવા પિતાના નામે હોય અથવા પરિવારના કોઈ સભ્યના નામે હોય તો તમને પીએમ કિસાનનો લાભ નહીં મળે.


- જો કોઈ કૃષિ માલિક સરકારી નોકરીમાં હોય તો તેને પીએમ કિસાનનો લાભ નહીં મળે.


- રજિસ્ટર્ડ ડૉકટરો, એન્જિનિયરો, વકીલો, સીએ પણ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.


- જો કોઈ ખેડૂતને વાર્ષિક 10,000 રૂપિયાનું પેન્શન મળે છે તો તે આ યોજનાનો લાભ લઈ નથી શકતો.