બજાર » સમાચાર » રોકાણ

વગર કોઈ એડ્રેસ પ્રૂફે પણ બની જશે Aadhar Card, જાણો કેવી રીતે

જો તમારી પાસે કોઈ આઈડી નથી, તો પણ તમે આધાર કાર્ડ બનાવી શકો છો.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2021 પર 19:15  |  સ્ત્રોત : CNBC-Bajar

Aadhaar Card: હવે મોટાભાગની સરકારની યોજનાઓ માટે આધાર ફરજિયાત બની ગયો છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે.


આવી સ્થિતિમાં જો કોઈને પહેલીવાર આધાર કાર્ડ બનાવી રહ્યું છે તો તે માટે આઈડી અને એડ્રેસ પ્રૂફની જરૂર હતી. હવે જો તમારી પાસે કોઈ આઈડી નથી, તો પણ તમે આધાર કાર્ડ બનાવી શકો છો.


Paytmના IPOથી પહેલા કંપનીના પ્રમોટર નહીં રહેશે વિજયશેખર શર્મા, EGMમાં ​​હટાવા પર લેશે નિર્ણય, જાણો કારણ


જાણો કેવી રીતે..


 


વગર દસ્તાવેજ આ રીતે બનશે આધાર કાર્ડ


વગર કોઈ દસ્તાવેજ આધાર કાર્ડ બનાવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. ત્યાં ઇન્ટ્રોડ્યૂસરની મદદથી સરળતાથી આધાર કાર્ડ જનરેટ કરવામાં આવશે. ઇન્ટ્રોડ્યૂસરની યુઆઇડીએઆઇ (UIDAI)ની ક્ષેત્રીય કચેરી દ્વારા પોસ્ટ કરાઈ છે. જો કે, ઇન્ટ્રોડ્યૂસરની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર સેન્ટર પર સામાન્ય પ્રક્રિયા દ્વારા આધાર બનાવામાં આવશે અને 90 દિવસમાં કાર્ડ તમારા આપેલા સરનામાં પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.


શું છે ઇંટ્રોડ્યૂસર


ઇંટ્રોડ્યૂસર આવેદની ઓળખ અને એડ્રેસ કંફર્મ કરવાનું કામ કરે છે. સાથે એનરોલમેન્ટ ફૉર્મ પર સાઇન કરવાનું કામ કરે છે. આઈડીએઆઈની માર્ગદર્શિકા મુજબ ઇંટ્રોડ્યૂસર અરજદારના નામ સર્ટિફિકેટ જારી કરવું હોય છે, જે ત્રણ મહિના માટે માન્ય છે. આધાર બનાવાની પ્રક્રિયા દરમિયાન ઇંટ્રોડ્યૂસરના ત્યાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે.