બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

Aditya Birla AMC IPO: 29 સપ્ટેમ્બરે ઇશ્યૂ ખુલતા પહેલા જાણો GMP, શું તમારે તેમાં રોકાણ કરવું જોઈએ

Aditya Birla AMC IPO: કંપનીના IPOના પ્રાઈસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર છે.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2021 પર 11:45  |  સ્ત્રોત : Moneycontrol.com

Aditya Birla AMC IPO: કંપનીનો ઇશ્યૂ સબ્સક્રિપ્શન માટે 29 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. આ IPO 1 ઑક્ટોબરે બંધ થશે. કંપનીના પ્રમોટરો ઑફર ફૉર સેલ (OFS) દ્વારા 2786.26 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન Aditya Birla Sun Life AMCના અનલિસ્ટેડ શેરોની ટ્રેડિંગ ગ્રે માર્કેટમાં શરૂ થયો છે. કંપનીના IPOના પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર છે. ગ્રે માર્કેટમાં ઇશ્યૂ 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.


બજારના જાણકારોના મતે, Aditya Birla Sun Life AMCનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે 70 રૂપિયા છે. આ 26 સપ્ટેમ્બરની સરખામણીમાં 10 રૂપિયા વધારે છે. ગત સપ્તાહે ગ્રે માર્કેટમાં તે 30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ ઇશ્યૂ ખોલવાના બે દિવસ પહેલા 27 સપ્ટેમ્બરે તે 70 રૂપિયા પર પહોંચી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં Aditya Birla Sun Life AMCનું પ્રીમિયમ 40 રૂપિયાથી વધીને 70 રૂપિયા પર પહોંચી હયું છે.


જોકે, માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે તેનો GMP આ વાત પર નિર્ભર કરે છે કે ઇશ્યૂનો સબ્સક્રિપ્શન કેવું રહ્યું છે. આ 100 ટકા ઑફર ફૉર સેલ છે જેના કારણે સબ્સક્રિપ્શન પ્રભાવિત થઈ શકે છે.


GMPનું શું છે અર્થ?


કોઇ કંપનીના અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટમાં શું છે પ્રીમિયમ ચાલી રહ્યું છે, તેનાથી અનુમાન લાગે છે કે રોકાણકારોને કેટલું પસંદ કરે છે. આજે Aditya Birla Sun Life AMCના ગ્રે માર્કેટ પ્રીમિયમ 70 રૂપિયા છે. તદનુસાર તેના અનલિસ્ટેડ શેર 782 (712+70) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.


જો કે બજારના જાણકારો વારંવાર આ ચેતવણી પણ આપી રહ્યા છે કે IPO માટે બોલી લગાવવાના માપદંડ GMP બિલકુલ નહીં હોવી જોઈએ. કોઈ કંપનીના IPOમાં નાણાંથી પહેલા તે કંપનીની બેલેન્સશીટને જોવા જોઇએ પછી રોકાણનો નિર્ણય કરવું જોઇએ.


શું કરે રોકાણકારો?


મિન્ટ અનુસાર, Aditya Birla Sun Life AMCના ફંડામેન્ટલ્સ વિશે, UnlistedArena.comના ફાઉન્ડર અભય દોશીએ કહ્યું છે કે, આદિત્ય બિરલા ગ્રુપની મ્યુચ્યુઅલ ફંડ કંપની QAAUM (ક્વાર્ટરલી એવરેજ એસેટ અંડર મેન્જમેન્ટ)ની દ્રષ્ટિએ દેશની 4 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક છે. 30 જૂન, 2021 સુધીમાં, તેની પાસે 2936.42 અરબ રૂપિયાના અસેટ મેન્જ કર્યા હતું. દોશીએ કહ્યું છે કે રોકાણકારોમાં નાણાકીય જાગૃતિ વધવાને કારણે AMU ઇન્ડસ્ટ્રીની ગ્રોથ વધ્યો છે.


Aditya Birla Sun Life AMCનું ફોકસ હજી સુધી ડેટ ફંડ પર રહ્યા છે જેનું માર્જિન ઇક્વિટી સ્કીમ અનુસાર ઓછું છે. પરંતુ હવે એવું લાગે છે કે કંપની તેનું ફોકસ વધારા માર્જિન વાળા પ્રોડક્ટ્સ પર વધારી રહ્યું છે.


દોષીએ વધુમાં કહ્યું છે કે, 712 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ક મુજબ, તેના પ્રાઇસિંગ પ્રતિસ્પર્ધી કંપનીઓની જેવી જ છે. નાણાકીય વર્ષ 2021 મુજબ કંપનીની P/E 39 છે, જેના કારણે શૉર્ટ ટર્મ રોકાણકારો માટે તેમાં તક ઓછી છે. લૉન્ગ ટર્મ હેઠળ તેમાં રોકાણ કરી શકાય છે. પરંતુ આ કંપનીના ઘણા વિકલ્પો બજારમાં હાજર છે.