બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

એચડીએફસી લાઇફના આઈપીઓને બોર્ડની મંજૂરી

ના રોજ પ્રકાશિત Tue, 18, 2017 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

એચડીએફસી લાઇફના બોર્ડે કંપનીના આઈપીઓની અર્જી કરવા માટે મંજૂરી આપી છે. આઈપીઓ માટે જેટલું જલ્દી થઇ શકે એટલી જલ્દી અર્જી કરવાની મંજૂરી આપી છે. કંપનીના મેનેજમેન્ટે કહ્યું કે ઓગષ્ટ મહિનમાં આઈપીઓ માટે અર્જી આપવામાં આવશે. આ આઈપીઓ થકી પ્રમોટર 20% પેડ અપ અને ઇશ્યુ ઇક્વિટી શૅર કેપિટલ વેચશે.


બોર્ડે એમ પણ કહ્યું કે તેઓ હજૂ મેક્સ લાઇફ સાથેના મર્જર પર હજૂ વિકલ્પ શોધી રહ્યા છે. તમને જણાવી દઇએ કે બન્ને કંપની મર્જર માટે વાતાઘાટ કરી રહી છે. પરંતુ વાતાઘાટ રેગ્યુલેટરી અડચણના કારણે હાલ રોકાયેલી છે.

અમિતાભ ચૌધરીનું કહેવુ છે કે આઈપીઓની પ્રક્રિયા જલ્દી થાય તેવી ધારણા. આઈઆરડીએ પાસેથી પહેલું સંકેત નવેમ્બર 2016માં મળ્યું. એચડીએફસી લાઇફ શૅરહોલ્ડર્સ આઈપીઓને પસંદ કરશે કારણ કે મર્જર હજૂ અનિશ્ચિત છે. મર્જર માટે હજૂ મજબૂત માળખું નથી બન્યું. પ્રમોટર્સ અને બોર્ડ નવા મર્જરના પ્રસ્તાવને જોવા તૈયાર છે.