બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

CarTrade IPO: 9 ઓગસ્ટને ખુલીને 11 ઓગસ્ટના થશે બંધ, જાણો મહત્વની વાતો

ઑનલાઈન ક્લાસીફાઈડ પ્લેટફૉર્મ, CarTrade Tech નો આઈપીઓ 9 ઓગસ્ટને ખુલીને 11 ઓગસ્ટને બંધ થશે.
ના રોજ પ્રકાશિત Sat, 31, 2021 પર 11:54  |  સ્ત્રોત : Moneycontrol.com

ઑનલાઈન ક્લાસીફાઈડ પ્લેટફૉર્મ, CarTrade Tech નો આઈપીઓ 9 ઓગસ્ટને ખુલીને 11 ઓગસ્ટને બંધ થશે. CarTrade ઉપભોક્તાઓને નવી અને જુની બન્ને રીતની કાર ખરીદવાની સુવિધા આપે છે.

તેમાં અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર Warburg Pincus, સિંગાપુરની સરકારી રોકાણકાર કંપની Temasek, જેપી મોર્ગન અને માર્ચ કેપિટલ પાર્ટનરનું રોકાણ છે.

આ આઈપીઓ પૂરી રીતથી ઑફર ફૉર સેલ આધારિત થશે. જેની હેઠળ વર્તમાન શેરધારકો અને પ્રમોટરો દ્વારા 1.85 કરોડ શેરોનું વેચાણ કરવામાં આવશે. આ આઈપીઓમાં CMDB II 22.6 લાખ ઈક્વિટી શેર, Highdell Investment 84.1 લાખ ઈક્વિટી શેર, Macrithie Investments 50.8 લાખ ઈક્વિટી શેર, Springfield Venture International  17.7 લાખ ઈક્વિટી શેર અને Bina Vinod Sanghi (બિના વિનોદ સાંધી) 18.3 લાખ ઈક્વિટી શેરનું વેચાણ કરશે.

હાલ કંપનીમાં CMDB II ની 11.93 ટકા, Highdell Investment, MacRitche Investment Pte અને Springfield Venture International ની કંપનીમાં ક્રમશ: 34.44 ટકા, 26.48 ટકા અને 7.09 ટકા ભાગીદારી છે.

Axis Capital, Citigroup Global Markets India, Kotak Mahindra Capital અને Nomura Financial Advisory and Securities India આ ઈશ્યૂને બુક રનિંગ લીડ મેનેજર થશે.

કંપનીની નાણાકીય સ્થિતિ પર જોવામાં આવશે તો નાણાકીય વર્ષ 2021 માં કંપનીના રેવેન્યૂ 281.52 કરોડ રૂપિયા રહ્યા હતા જો કે નાણાકીય વર્ષ 2020 માં 318.44 કરોડ રૂપિયા પર રહ્યો હતો. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનો નફો 101.07 કરોડ રૂપિયા રહ્યો હતો જો કે નાણાકીય વર્ષ 2020 માં 31.29 કરોડ રૂપિયા પર રહ્યો હતો.

કંપનીએ પોતાના એક બયાનમાં કહ્યુ કે તેના પ્લેટફૉર્મ CarWale અને BikeWale ઑનલાઈન સર્ચ પૉપુલરિટી નંબરમાં પહેલુ સ્થાન હાસિલ છે. કંપનીના પ્લેટફૉર્મ CarWale, CarTrade, Shriram Automall, BikeWale, CarTrade Exchange, Adroit Auto અને  AutoBiz બ્રાંડ નેમથી કામ કરે છે.