બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

ઑગસ્ટમાં IPOથી 28,000 કરોડ રૂપિયાથી વધુનો ફંડ એકત્ર કરી શકે છે કંપનીઓ

પ્રાઇમરી માર્કેટમાં ઉત્સાહનું કારણ પૂરતી લિક્વિડિટી, ઓછા ઇન્ટરેસ્ટ રેટ અને બજારની તેજી છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 16:16  |  સ્ત્રોત : Moneycontrol.com

આ વર્ષે જાન્યુઆરી-જુલાઇ દરમિયાન ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO)થી 50,000 કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ પ્રાઇમરી માર્કેટમાં ઑગસ્ટમાં પણ તેજી રહેવાની આશા છે. આવતા મહિને કંપનીઓ તરફથી IPOથી એકત્ર કરવા વાળા ફંડ જુલાઈથી વધુ રહેવાની સંભાવના છે.


બેન્ચમાર્ક ઇન્ડેક્સના રિકૉર્ડ હાઇ લેવલની નજીક હોવાને કારણે સેકેન્ડરી માર્કેટમાં થોડી સ્થિરતા છે અને તેને ફાયદો પ્રાઇમરી માર્કેટને મળી રહ્યો છે.


આ ઉપરાંત વધુ લિક્વિડિટી અને ઓછા ઇન્ટરેસ્ટ રેટને કારણે પણ IPOમાં ઇનવેસ્ટર્સના રસ વધ્યું છે.


CapitalVia Global Researchના CEO, પ્રેમ પ્રકાશે મનીકન્ટ્રોલને જણાવ્યું હતું કે, રિટેલ ઇનવેસ્ટર્સનો જોખમની ક્ષમતા વધી, સેકન્ડરી માર્કેટમાં ઘણા IPOની પ્રીમિયમ પર લિસ્ટિંગ અને બેન્ચમાર્ક ઇન્ડેક્સના અત્યાર સુધીના ઘણા લેવલની નજીક ટ્રેડ કરવાથી પ્રાઇમરી માર્કેટમાં તેજીને મદદ મળશે.


જુલાઈમાં છ કંપનીઓએ પબ્લિક ઑફર્સ દ્વારા 14,629.5 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આમાં ઝોમેટોનો IPO સૌથી મોટો હતો.


ઑગસ્ટમાં IPO દ્વારા ફંડ એકત્ર કરવા માટે લગભગ 18 કંપનીઓ આવી રહી છે. તેઓ યોજના લગભગ 28,000 કરોડ રૂપિયા મેળવવાની યોજના ધરાવે છે. વિન્ડલાસ બાયોટેક, દેવયાની ઇન્ટરનેશનલ, એક્ઝારો ટાઇલ્સ અને krisnaa Diagnosticsના પબ્લિક ઑફર સબ્સક્રિપ્સન માટે 14 ઑગસ્ટે ખુલવાની છે.


એના સિવાય આગામી મહિને કાર્ટ્રડૂ, નુવોકો વિસ્તાસ કૉર્પ, મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ, કેમપ્લાસ્ટ સનમાર, અમી ઑર્ગેનીક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર, પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા સન લાઇફ AMC, ઉત્કર્ષ સ્મૉલ ફાઇનાન્સ બેન્ક, ફિનકેર સ્મૉલ ફાઇનાન્સ બેન્ક, પારસ ડિફેન્સ અને સુપ્રિયા લાઇફસાયન્સ પબ્લિક ઑફર્સ પણ આવી શકે છે.