બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

Devyani International IPO: પીઝા હટ, KFC ચલાવનારી આ કંપનીનો ઇશ્યૂ 4 ઑગસ્ટે ખુલશે

Devyani International IPO: કંપની 1400 કરોડ એકત્ર કરશે જેમાં 440 કરોડનો ફ્રેશ ઇશ્યૂ આવશે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 16:13  |  સ્ત્રોત : CNBC-Bajar

Devyani International IPO: યમ (Yum) બ્રાન્ડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી Devyani Internationalનો ઇશ્યૂ 4 ઑગસ્ટે ખુલવાનો છે. કંપની IPOથી કુલ 1400 કરોડ એકત્ર કરશે.એમાં 440 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ થશે અને 15,53,33,330 ઇક્વિટી શેર ઑફ ફૉર સેલમાં વેચવામાં આવશે.


આ ઑફર ફૉર સેલના હાઠળ Temasek Holdingની સંપૂર્ણ સબ્સિડિયરી કંપની Dunearn Investments (Marutis) Pte.Ltd અને પ્રમોટર RJ કૉર્પ કંપનીમાં તેમનો હિસ્સો વેચશે. IPOમાં 5.5 લાખ શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રહેશે.


ઇશ્યૂના પ્રાઈસ બેન્ડનો ખુલાસો નથી થયો. કંપનીનો ઇશ્યૂ 4 ઑગસ્ટે ખુલશે અને 6 ઑગસ્ટે બંધ થશે. જો કંપની એન્કર બુક માંથી ફંડ ઉભું કરે છે તો તે 3 ઑગસ્ટે ખુલશે.


ઇશ્યૂ માંથી ઉભા કરેલા ફંડ માંથી 324 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની તેની કેટલીક બાકી ચૂકવણી માટે કરશે. ઑફર ખૉર સેલના પૈસા કંપનીના શેર હોલ્ડરની પાસે એકક્ષ કરશે.


કંપનીના પ્રમોટરો છે રવિકાંત જયપુરિયા, વરૂણ જયપુરિયા અને આરજે કૉર્પ છે. તેની પાસે Devyani Internationalમાં 75.79 ટકા હિસ્સો છે.


યમ બ્રાન્ડ ભારતમાં પિઝા હટ, KFC, કોસ્ટા કૉફી સહિતની ઘણી બ્રાન્ડ્સ ચલાવે છે, જેની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી Devyani International છે.


કોરોનાવાયરસ સંક્રમણ હોવા છતાં, 31 માર્ચ 2021 ના ​​અંતમાં 6 મહિનામાં કંપનીએ તેનું સ્ટોર નેટવર્ક વધાર્યું છે. તેણે કોર બ્રાન્ડ બિઝનેસમાં 109 સ્ટોર્સ ખોલ્યા છે. તેના હરીફો પ્રતિદ્વંદી કંપનીઓમાં જુબિલન્ટ ફૂડ વર્ક્સ, વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ અને બર્ગર કિંગ ઇન્ડિયા છે.


કંપનીનો પ્રોફાઇલ


1997 માં DILએ જયપુરમાં તેના પહેલા પિઝા હટ સ્ટોરથી યમ બ્રાન્ડ સાથે તેના કારોબારી સંબંધની શરૂઆત કરી. હાલમાં DIL પાસે 296 પિઝા હટ સ્ટોર્સ, 264 KFC સ્ટોર્સ, 44 કોસ્ટા કૉફી સ્ટોર્સ છે. માર્ચ 2019 અને 2021 ની વચ્ચે કંપનીના કોર બ્રાન્ડ સ્ટોર્સની CAGR ગ્રોથ 13.58 ટકા પર હતી.


કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA India Pvt Ltd, Edelweiss Financial Services Ltd, Motilal Oswal આ ઇશ્યૂ માટે ઇનવેસ્ટમેન્ટ બેન્ક નિમણૂક કરવામાં આવી છે.