બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

આવનારા અમુક દિવસોમાં ઈન્શ્યોરન્સ કંપનીઓના આઈપીઓ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 12:56  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના એક વર્ષ બાદ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એસબીઆઈ લાઇફના આઈપીઓ આવી રહ્યા છે.

લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની ખાસ વાત
હરિફાઈ જબરજસ્ત, પ્રાઇસિંગ-ગ્રાહકો માટે સતત હોડ. 23 ખાનગી કંપનીઓ અને LIC એકમાત્ર સરકારી કંપની. LICનો માર્કેટ શૅર મોટો, પણ ખાનગી કંપનીઓએ પકડ જમાવી. ગ્રાહકો કે રોકાણકારો છેલ્લા અમુક સમયથી આસાનીથી કંપનીઓ બદલે છે. એક જ સરખા પ્લાન હોવાને લીધે ગ્રાહકો પાસે વધુ પસંદગીનો વિકલ્પ. ગ્રાહકો, અને ખાસ કરીને કોર્પોરેટ્સનો ઘણી વખત હાથ ઉપર રહે છે. ULIP પર ગ્રાહકો દ્વારા વધુ જોર આપવામાં આવી રહ્યું છે.

લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પડકારો
ફાઇનાન્શિયલ માર્કેટમાં ફેરફારનું રિસ્ક છે. લિક્વિડિટીમાં ઉતાર-ચડાવ અસર કરે છે. કામકાજને લગતા નફા-નુકસાનનું રિસ્ક. ટેક્સ નિયમોમાં બદલાવ અસર કરે છે.

જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની ખાસ વાત
લાઇફ ઇન્શ્યોરન્સ લાંબાગાળાના હોય છે, જનરલ ઇન્શ્યોરન્સ એક વર્ષના હોય છે. દર વર્ષે રિન્યુ કરાવવું પડે છે જનરલ ઇન્શ્યોરન્સ. ઇન્શ્યોરન્સ કરાયેલ એસેટના લાઇફટાઇમ પર કોઈ અનુમાન ન લગાવી શકાય. એસેટ્સને લગતું રિસ્ક વધુ હોવાને લીધે પ્રીમિયમ સરખામણીમાં વધુ.


જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ના પ્રકારો ઑટો, પ્રોપર્ટી, હેલ્થ, ટ્રાવેલ, મરિન અને કમર્શિયલ છે.

એસબીઆઈ લાઇફ આઈપીઓ
એસબીઆઈ લાઇફનો આઈપીઓ 20-22 સપ્ટેમ્બર દરમિયાન, પ્રાઇસબેન્ડ રૂપિયા 685-700 છે. આઈપીઓ મારફત રૂપિયા 8400 કરોડ ઊભા કરવામાં આવશે, મુખ્યત્વે ઓએફએસ ઇશ્યુ છે. એસબીઆઈ 8% હિસ્સો વેચશે, વેલ્યુએશન લગભગ રૂપિયા 70,000 કરોડ છે. એસબીઆઈનો હાલનો હિસ્સો 70.1%, બીએનપી પુારિબા કાર્ડિફ પણ મોટો હિસ્સો ધરાવે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આઈપીઓ
15-19 સપ્ટેમ્બર વચ્ચે આઈપીઓ. પ્રાઇસબેન્ડ રૂપિયા 651-661 છે. 8.6 કરોડ શૅર્સનો આઈપીઓ. આઈપીઓની સાઇઝ રૂપિયા 5615-5700 કરોડ. માર્કેટ કેપ રૂપિયા 30,000 કરોડની આસપાસ છે. આઈસીઆઈસીઆઈ બેન્કનો હિસ્સો 62.92%થી ઘટી 55.91% પર આવી જશે.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પરફોર્મન્સ
52 સપ્તાહના નીચલા સ્તર રૂપિયા 271 છે.52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર રૂપિયા 509.4 છે. 13 સપ્ટેમ્બરનું ક્લોઝિંગ રૂપિયા 427.3 છે.

આવનાર આઈપીઓ એચડીએફસી લાઇફ, ન્યુ ઇન્ડિયા અશ્યોરન્સ અને જનરલ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ છે.