બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

IRCTCનો IPO 30 સપ્ટેમ્બરના રોજ ખુલશે

ના રોજ પ્રકાશિત Thu, 26, 2019 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

30 સપ્ટેમ્બર 2019ના રોજ ખુલશે. 3 ઓક્ટોબર 2019ના રોજ બંધ થશે. પ્રાઈસ બેન્ડ રૂપિયા 315-320 છે. એક લોટમાં હશે 40 શેર્સ. સરકારની રૂપિયા 635.04-645.12 કરોડ ભેગા કરવાની યોજના છે. 1.6 લાખ શેર્સ કર્મચારીઓ માટે અનામત રખાશે. પેઈડ અપ કેપિટલના 12.6% જેટલો આઈપીઓમાં વેચશે. રિટેલ રોકાણકાર અને કર્મચારીને મળશે રૂપિયા 10 નું ડિસકાઉન્ટ છે. ઓનલાઈન ટિકિટ બૂકિંગ, ટુરિઝમ, પિવાનું પાણી અને કેટરિંગ સર્વિસની સેવાઓ આપે છે.

આઈઆરસીટીસીના સીએમડી મહેન્દ્ર પ્રતાપ મૉલનું કહેવુ છે કે OFS દ્વારા 12% હિસ્સેદારી માર્કેટમાં આવશે. ઈશ્યુ 30 સપ્ટેમ્બરએ ઓપન થાય છે. ઈશ્યુનો અંતિમ દિવસ 3 ઑક્ટોબર છે. રૂપિયા 2 કરોડના શેર 320થી 315ના પ્રાઈસ બેન્ડ પર મળશે. અકાઉન્ટ ફાઈનલ થવામાં અને ઑડિટમાં સમય વધારે લાગ્યો.

કેટરિંગમાં અમે સુવિધાઓ વધારી રહ્યા છે. ગુણવત્તા અને સ્વચ્છતાને સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. ટિકટીંગમાં નવો પ્રિ-પેડ કેશ કાર્ડ બનાવ્યો છે. આ પ્રિ-પેડ કાર્ડમાં તમારી માહિતી હશે અને ટિકીટ કાઢવમાં સરળ પડશે. IRCTC એ પેમેન્ટ ગેટવે પણ લોન્ચ કર્યું છે.

અમારા બધા સેગમેન્ટમાં 10% થી 12%નો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેટ ટિકટીંગમાં પણ અમને સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય છે. જ્યા થાય છે ત્યા અમે ઓછા વપરાશની કોશિશ કરી રહ્યા છીએ. પ્રાઈવેટ ફૂડને આવું હોય તો અમે તેમણે રોકીશું નહી. જેને પ્રાઈવેટ ફૂડ કંપનીને આવુ હોય તેઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.