બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

Nykaa IPO: કંપનીની બૉસ અને પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર બનશે બિલિનેર સ્ટાર્ટઅપ CEO

Nykaa દેશમાં વ્યૂટી પ્રોડક્ટની ટૉપ ઈ-કૉમર્સ સાઇટ તરીકે ઉભરી આવી છે.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 15:02  |  સ્ત્રોત : Moneycontrol.com

Nykaa IPO: ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચુકી ફાલ્ગુની નાયરે વર્ષો સુધી ભારતીય કંપનીઓના ફાઉન્ડર્સના સ્ટૉક માર્કેટમાં લિસ્ટિંગથી પહેલા યુરોપ અને અમેરિકામાં રોડ શો દ્વારા ઇનવેસ્ટર્સને આકર્ષિત કરવાનો રસ્તો બનાવ્યો છે. ફાલ્ગુનીએ હવે પોતાનો સ્ટાર્ટઅપ એક મોટી ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO) સુધી લાવી રહી છે.


તેની કંપની Nykaa બ્યૂટી પ્રોડક્સ માટે દેશની ટોપ ઈ-કોમર્સ સાઇટમાં સામેલ છે. તેણે હાલમાં પબ્લિક ઑફર લાવવા માટે SEBI પાસે દસ્તાવેજો રજૂ કર્યા છે.


બ્લૂમબર્ગ ન્યૂઝે તેનું વૈલ્યુએશન 4 અરબ ડૉલરથી વધુ થવાનું અનુમાન આપ્યું છે.


NaKaaની શરૂઆત 2012 માં થઈ હતી. કંપની હવે બ્યુટી પ્રોડક્ટ્સની 2,500 થી વધુ બ્રાન્ડ ઓફર કરે છે. વેબસાઇટ્સ, એપ્સ અને 70 થી વધુ ફિજિકલ સ્ટોર્સ સાથે કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ 33 કરોડ ડૉલરનો રેવેન્યૂ મેળવી. તે હવે પ્રોફીટમાં ચાલી રહ્યું છે.


આ દેશમાં લિસ્ટિંગ થનાર આ પહેલી યુનિકૉર્ન હશે જેનું નેતૃત્વ એક મહિલા કરે છે. ફાલ્ગુની, તેના પતિ અને બે બાળકો સાથે કંપનીમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ છે કે તેના હિસ્સાનું મૂલ્ય 2 અરબ ડૉલરથી વધી શકે છે.


ફાલ્ગુનીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું મહેનતુ સ્થાકરવા વાળા ફાઉન્ડર્સથી પ્રેરિત છું. અમે ડિસ્કાઉન્ટ સ્ટોર બનવા નથી માંગતી. અમારો ઉદ્દેશ્ય યોગ્ય પ્રોડક્ટને યોગ્ય કિંમત પર વેચવાનો છે.


Nykaaએ હાલમાં પુરુષોના પ્રોડક્સ માટે પણ એક એપ લૉન્ચ કરી છે. ફાલ્ગુની માને છે કે કંપનીને ઘણી લાંબી રસ્તા નક્કી કરવું છે.