બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

Nykaaનો IPO 28 ઓક્ટોબરે ખુલશે, 1,085-1,125 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ

કંપનીની શરૂઆત પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરે કરી હતી. ફંડનો ઉપયોગ એક્સપેન્શન અને દેવા ઘટાડવા માટે કરવામાં આવશે.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2021 પર 17:01  |  સ્ત્રોત : Moneycontrol.com

બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સનું ઑનલાઇન સેલર Nykaaને ચલાવા વાળા FSN E-Commerce Venturesનો IPO 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે. કંપનીએ આ માટે 1,085-1,125 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આમાં, 630 કરોડ રૂપિયાના નવા શેરો જારી કરવામાં આવશે અને પ્રમોટરો અને હાલના શેરહોલ્ડર્સ દ્વારા ચાર કરોડથી વધુ શેરની ઑફર ફૉર સેલ (OFS) હશે.


કંપનીએ આ મહિનાની શરૂઆતમાં માર્કેટ રેગુલેટર SEBIથી IPO માટે મંજૂરી મેળવી હતી.


IPOમાંથી મળવા વાળા ફંડનો ઉપયોગ નવા રિટેલ સ્ટોર્સ અને વેરહાઉસ ખોલવા સિવાય દેવુંને ઘટાડવામાં કરવામાં આવશે.


Nykaaની નવ શરૂઆત પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરને નવ વર્ષ પહેલા કરી હતી. તેના પ્રમોટર્સમાં ફાલ્ગુની સિવાય સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ સામેલ છે.


OFSમાં સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને કેટલાક શેરહોલ્ડર્સની તરફથી હિસ્સો વેચવામાં આવશે.


છેલ્લા ફાઇનેન્શિયલ વર્,માં કંપનીનો રેવેન્યૂ વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી અને તેના 61.9 કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો હતો.


માર્ચના અંત સુધીમાં કંપનીની મોબાઈલ એપ્સે લગભગ 4.37 કરોડ ડાઉનલોડ કર્યા હતા. તેના ઑનલાઇન ગ્રૉસ મર્ચડાઇઝ વેલ્યૂમાં મોબાઇલ એપ્સના દ્વારા થવા વાળી ખરીદારીનો 86 ટકાથી વધારે યોગદાન છે.


IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મૉર્ગન સ્ટેનલી, BofA સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, JM ફાઇનાન્સિયલ અને ICICI સિક્યોરિટીઝ મર્ચન્ટ બેન્કર્સ છે.


કંપનીના શેરના સ્ટૉક એક્સચેન્જો પર 11 નવેમ્બરે લિસ્ટિંગ થઈ શકે છે.