બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

Tatva Chintan IPO: જાણો ક્યારે છે અલૉટમેન્ટ અને કેવી રિતે ચેક કરી શકે છે સ્ટેટસ, ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ જાણ

Tatva Chintan IPO share allotment Status: કંપનીનો ઇશ્યુ 180 ગુણો સબ્સક્રાઇબ થયો હતો.
ના રોજ પ્રકાશિત Sat, 24, 2021 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

Tatva Chintan IPO share allotment Status: સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી ગુજરાતની આ કંપનીનો IPO 180 ગુણો સબ્સક્રાઇબ થયો હતો. MTAR Techના પછીનો આ વર્ષનો બીજો સૌથી વધારે સબ્સક્રાઇબ થવા વાળી ઇશ્યૂ છે. ઇશ્યૂના સબ્સક્રિપ્શનથી અનુમાન લગાવી શકે છે કે કંપનીને રોકાણકારો કેટલું પસંદ કરે છે.


તત્ત્વ ચિંતનના શેરની અલૉટમેન્ટ 26 જુલાઇએ સોમવાર થવાની છે. જેમ જેમ અલૉટમેન્ટની તારીખ નજીક આવી રહી છે ગ્રે માર્કેટમાં કંપનીના શેર માટેનું પ્રીમિયમ વધી રહ્યું છે. શુક્રવારે ગ્રે માર્કેટમાં Tatva Chintanના અનલિસ્ટેડ શેર 1005-1010 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે કંપનીના શેરનો પ્રાઈસ બેન્ડ 1073-1083 રૂપિયા હતો. તદનુસાર આ શેર બજારમાં Tatva Chintanના શેરની લિસ્ટિંગ 2088-2093 રૂપિયા પ્રતિ શેર પર થઇ શકે છે.


જો તમને શેર્સ નહીં મળે તો તમારા અકાઉન્ટમાં 27 જુલાઈ સુધીમાં પૈસા પરત આવશે. જો તમને શેર્સ મળે છે, તો તે 28 જુલાઈથી તમારા ડીમેટ અકાઉન્ટમાં જોવા મળી રહ્યા છે. કંપનીના શેરની લિસ્ટિંગ 29 જુલાઈએ થવાની છે. પરંતુ જો તમે ડિમેટ અકાઉન્ટમાં શેરોના આવવાથી પહેલા આ ચેક કરાવા જોઇએ કે તમને શેર માવ્યા કે નહિં તો એવું કરી શકો છો. જોકે બવે અલૉટમેન્ટ નહીં થયું. અલૉટમેન્ટ 26 જુલાઈએ થવાની છે.


એવી રીત ચેક કરો અલૉટમેન્ટ સ્ટેટસ


https://kosmic.kfintech.com/ipostatus/ લિંક પર લૉગ ઇન કરો અને આઇપીઓ સેલેક્ટ કરો.


આ પછી તમારી DP ID/DP Client ID અથવા PAN નંબર દાખલ કરો.


જો તમે એપ્લિકેશન નંબરનો વિકલ્પ પસંદ કરો છો તો તમારે સૌથી પહેલા એપ્લિકેશન ટાઇપ (ASBA અથવા Non ASBA) પસંદ કરવાનું રહેશે.


ત્યારબાદ એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે. જો તમે DP ID અથવા Client ID પસંદ કરેલ હોય તો પહેલા તમારી ડિપૉઝિટરી NSDL અથવા CDSL પસંદ કરવાની રહેશે.


તે પછી તમારે તમારી ID દાખલ કરવી પડશે. તે પછી કેપ્ચા દાખલ કરી સબમિટ કરો અને તમારી સ્ટેટસ તમને ખબર પડી જશે.


BSE પર એવી રીતે ચેક કરો સ્ટેટસ


https://www.bseindia.com/investors/appli_check.aspx સૌથી પહેલા આ લિંક પર લૉગ ઈન કરો. અહીં તમે ઇક્વિટી પર ક્લિક કરો.


આ પછી ઇશ્યૂના નામમાં Tatva Chintan Pharma દાખલ કરો. પછી તમારો એપ્લિશન નંબર, Pan નંબર દાખલ કરો. તે પછી Im not Robot પર ક્લિક કરો.


પછી સર્ચ પર ક્લિક કરો. આ પછી તમારી અલૉટમેન્ટ સ્ટેટસ તમારી કમ્પ્યુટર સ્ક્રીન અથવા સ્માર્ટફોન સ્ક્રીન પર દેખાશે.