Adani Wilmar સહિતની આ 4 કંપનીઓએ 2022માં આપ્યું મલ્ટિબેગર રિટર્ન, IPO ઈશ્યૂ કિંમત 84% વધારે - adani wilmar venus pipes hariom pipe and veranda learning give multibagger returns in 2022 details here | Moneycontrol Gujarati
Get App

Adani Wilmar સહિતની આ 4 કંપનીઓએ 2022માં આપ્યું મલ્ટિબેગર રિટર્ન, IPO ઈશ્યૂ કિંમત 84% વધારે

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક બજારમાં સુસ્તીનું મુખ્ય કારણ લિક્વીડિટીમાં ઘટાડો, વૈશ્વિક ચિંતાઓને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓમાં તીવ્ર ઘટાડો, IPO માર્કેટનું સેન્ટિમેન્ટ બગડી રહ્યું છે. વર્ષ 2022માં 32-34 ઈસ્યુ દ્વારા રૂ. 55,000 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે લિસ્ટેડ 84 ટકાથી વધુ IPO ઇશ્યૂ પ્રાઇ

અપડેટેડ 02:56:48 PM Jan 02, 2023 પર
Story continues below Advertisement

2021માં શાનદાર પ્રદર્શન પછી, 2022 માં મુખ્યત્વે પ્રાઇમરી માર્કેટમાં મંદી જોવા મળી હતી. તેનું મુખ્ય કારણ શેરબજારમાં ચાલી રહેલી વોલેટિલિટી હતી. ઘણા વિશ્લેષકોએ પ્રાઇમરી માર્કેટમાં સુસ્તીનું કારણ લિક્વીડિટીમાં શખ્તી, વૈશ્વિક ચિંતાઓને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓમાં તીવ્ર ઘટાડો, IPO માર્કેટમાં સેન્ટિમેન્ટને મંદ પાડવાને આભારી છે.

વર્ષ 2022માં 32-34 ઈસ્યુ દ્વારા રૂ. 55,000 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા હતા. જો કે, વિશ્લેષકો સહમત છે કે આ વર્ષે લિસ્ટેડ IPOમાંથી 84 ટકાથી વધુ ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે.

આ કારણોસર જોવા મળી સુસ્તી
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, પ્રોફેશનલ ઇક્વિટીઝ લિમિટેડના સ્થાપક અને નિર્દેશક મનોજ દાલમિયાએ જણાવ્યું હતું કે, “લિક્વીડિટીના અભાવ, વૈશ્વિક ચિંતાઓને કારણે નવી લિસ્ટેડ કંપનીઓમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી છે. આ મુદ્દાઓ મોટે ભાગે OFS હતા. પ્રાઇમરી માર્કેટ આ વર્ષે મોટે ભાગે ફ્લેટ રહ્યું છે.

હેમ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ અસ્થા જૈને જણાવ્યું હતું કે લગભગ ત્રણ-ચતુર્થાંશ ઇશ્યુને પોઝિટિવ લિસ્ટિંગ મળ્યું છે અને લગભગ એટલી જ સંખ્યામાં ઇશ્યૂ લિસ્ટિંગ પછી ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. "વ્યાજ દરમાં વધારો, ધિરાણમાં ઘટાડાથી માર્કેટનું સેન્ટિમેન્ટ બગડ્યું છે," તેમણે કહ્યું.

આ IPO એ તેમની તાકાત બતાવી
ઇલેક્ટ્રોનિક્સ માર્ટ અને ડ્રીમફોક્સ સર્વિસિસ માર્કેટમાં 50 ટકાથી વધુના પ્રીમિયમ પર લિસ્ટેડ થયા છે. આ પછી હર્ષ એન્જિનિયર્સ, ડીસીએક્સ સિસ્ટમ્સ અને હરિઓમ પાઇપ્સ દ્વારા મજબૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એલઆઈસી અને આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસે પહેલા દિવસે નિરાશ કર્યા હતા.


આ પણ વાંચો - ટેક્સ બેઝ વધારી, સેસ-સરચાર્જ દૂર કરવાથી ટેક્સ પેયરને થશે ફાયદો, નાણામંત્રીને કર નિષ્ણાતોની સલાહ

પ્રભુદાસ લીલાધર પ્રા. લિ. Adani Wilmarના હેડ એડવાઈઝરી વિક્રમ કાસાટે જણાવ્યું હતું કે, “Adani Wilmar 2022માં બેસ્ટ પર્ફોમન્સ કરનારી IPO તરીકે ઉભરી આવી છે. ત્યારબાદ હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો નંબર આવ્યો હતો. 2021માં 65ની સરખામણીએ 2022માં IPOની સંખ્યા અડધી થઈને 31 થઈ ગઈ હોવા છતાં, તેઓએ અત્યાર સુધીમાં સરેરાશ 25 ટકા જેટલું વળતર આપ્યું છે.

2022માં કંપનીઓએ રૂ. 58,346 કરોડ ઊભા કર્યા હતા, જ્યારે ગયા વર્ષે રૂ. 1.31 લાખ કરોડ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે Adani Wilmar, વિનસ પાઇપ્સ, હરિઓમ પાઇપ અને વેરાન્ડા લર્નિંગ આ વર્ષે મલ્ટિબેગર્સ સાબિત થયા છે. તેઓએ લિસ્ટિંગ પછી 106-177 ટકા વળતર આપ્યું. આ પછી પતંજલિ ફૂડ્સ, પ્રુડન્ટ કોર્પોરેટ અને વેદાંત ફેશન્સ 50 ટકા કે તેથી વધુ મજબૂત બની ગયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 23, 2022 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.