Arrowhead IPO Listing: 7 ટકા પ્રીમિયમ પર શેરોની થઈ શરૂઆત, આઈપીઓના પૈસાનો આવી રીતે કરશે ઉપયોગ | Moneycontrol Gujarati
Get App

Arrowhead IPO Listing: 7 ટકા પ્રીમિયમ પર શેરોની થઈ શરૂઆત, આઈપીઓના પૈસાનો આવી રીતે કરશે ઉપયોગ

Arrowhead IPO Listing: ડ્રાયર કંપની એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગ (Arrowhead Seperation Engineering)ના શેરોની આજે Bseના SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે. રિટેલ રોકાણકારોના દમ પર આ આઈપીઓને રોકાણકારો તરફથી મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઓલ 94 ગણાથી વધુ સબ્સક્રાઈબ થયો છે. આ આઈપીઓ હેઠળ માત્ર નવા શેર રજૂ કરવામાં આવ્યા છે. ચેક કરો આઈપીઓના પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે?

અપડેટેડ 10:28:13 AM Nov 28, 2023 પર
Story continues below Advertisement

Arrowhead IPO Listing: ડ્રાયર કંપની એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગ (Arrowhead Seperation Engineering)ના શેરોની આજે BSEના SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે. રિટેલ રોકાણકારોના દમ પર આ આઈપીઓને રોકાણકારો તરફથી મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઓલ 94 ગણાથી વધુ સબ્સક્રાઈબ થયો છે. આઈપીઓના હેઠળ 233 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયો હતો. આજે BSE SME પર તેના 250 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારોને 7.30 ટકાનું લિસ્ટિંગ ગેન મળ્યો છે. લિસ્ટિંગના બાદ પણ તેજી અટકી નથી. વધીને તે 251 રૂપિયા પર પહોંચ્યો છે એટલે કે આઈપીઓ રોકાણકાર 7.73 ટકા નફામાં છે.

Arrowhead Seperation IPOમાં રિટેલ રોકાણકારે જોરદાર લગાવ્યા પૈસા

એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગના 13 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 16-20 નવેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. રિટેલ રોકાણકારના દમ પર આ આઈપીઓના રોકાણકારને મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને તેના માટે આરક્ષિત અડધો હિસ્સો 142.30 ગણો ભરાયો હતો. ઓવરઑલ આ આઈપીઓ 94.79 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આ આઈપીઓના હેઠળ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 5.58 લાખ નવા શેર રજૂ થયા છે. નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ NBFCના લોનને ચુકવા, વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા કરવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં થશે.


Arrowhead Separation Engineeringની ડિસેલ્સ

એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગ વૈક્યૂમ ડબલ ડ્રમ ડ્રાયર, રોટરી ડ્રાયર, સિંગલ ડ્રમ ડ્રાયર, ડબલ ડ્રમ ડ્રાયર્સ, પૈડલ ડ્રાયર અને ફ્લેકર સિસ્ટમ્સ વગેરે બનાવીને દેશ વિદેશમાં વેચે છે. કંપનીના નાણાકિય સેહતની વતા કરે તો તે સતત મજબૂત થઈ રહી છે. નાણાકિયા વર્ષ 2021માં તેને 1.79 કરોડ રૂપિયાની નેટ ખોટ થઈ હતી જ્યારે આવતા નાણાકિય વર્ષ 2022માં તેને 9.17 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો જે ઝડપથી આગળ નાણાકીય વર્ષ 2023માં વધીને 1.69 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

આ દરમિયાન કંપનીની રેવેન્યૂ પણ ઝડપથી આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ 2021માં તેના રેવેન્યૂ 9.17 કરોડ રૂપિયા હતો જે નાણાકીય વર્ષ 2022માં વધીને 10.92 કરોડ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 2023માં 21.72 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. આ નાણાકીય વર્ષ 2024ની વાત કરે તો પહેલા ક્વાર્ટર એપ્રિલ-જૂન 2023માં તેને 64.34 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ અને 8.82 કરોડ રૂપિયાનું રેવેન્યૂ પ્રાપ્ત થયા હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 10:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.