બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલ્યો એસ્ટર ડીએમ હેલ્થકેરનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 11:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આજથી એસ્ટર ડીએમ હેલ્થકેરનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે. એસ્ટર ડીએમ હેલ્થકેરનો આઈપીઓ 15 ફેબ્રુઆરીના બંધ થશે. એસ્ટર ડીએમ હેલ્થકેરે 180-190 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. કંપની આઈપીઓના દ્વારા 980 કરોડ રૂપિયા એકઠા કરવા ઇચ્છે છે. એસ્ટર ડીએમ હેલ્થકેરે એંકર ઈન્વેસ્ટરથી 294 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપની આઈપીઓથી એકઠી કરેલી રકમનો ઉપયોગ કર્ઝ ચુકવામાં અને ઉપકરણ ખરીદવા પર કરશે.

એસ્ટર ડીએમ હેલ્થકેરના ભારતના સિવાય ખાડી દેશોમાં હેલ્થકેર કારોબાર છે. યૂએઈ, ઓમાન, સાઉદી અરબ અને કતરમાં કંપનીના કારોબાર વર્તમાન છે. એસ્ટર ડીએમ હેલ્થકેરના 9 દેશોમાં કુલ 19 હોસ્પિટાલ અને 4754 બેડ છે.


આઈપીઓ પર સીએનબીસી-બજારને જાણકારી આપવા એસ્ટર ડીએમ હેલ્થકેરના સીએફઓ-જીસીસી ઓપરેશન્સ, કાર્તિક ઠકરારે કહ્યું કે અમારી કંપની દુબઇમાં છે. દુબઇમાં સૌથી વધારે રેવેન્યુ અને પ્રોફીટ આવે છે. અમારી કંપનીમાં ત્રણ ભાગમાં છે, ક્લિનિક્સ, ફાર્મસી, હોસ્પિટલમાં છે. જીસીસીમાં પ્રાઇમરી અને સેકેન્ડરીની ટ્રીટમેન્ટ ચાલે છે. અમારી કંપનીની ત્રણ બ્રાન્ડ છે મિડકેર, એસ્ટર અને એક્સેસ.


કાર્તિક ઠકરારનું કહેવુ છે કે કંપનીમાં 18% આવક ભારત માંથી આવે છે. ભારતમાં 5 રાજ્યોમાં કંપનીની હોસ્પિટલ કાર્યરત છે. કંપનીમાં 20-25%નું માર્જિન આવે છે. કંપનીમાં નાણકિય વર્ષ 2020 સુધી કંપનીમાં સુધારો જોવા મળશે. કંપનીમાં જીસીસીના કારોબારમાં 80% નું પ્રોફીટ મળે છે. જીસીસીના બધા અસેટ લો અસેટ મોડલમાં છે. કંપની રિયલ ઇસ્ટેટમાં રોકાણ નથી કરતા. આવનારા 3-4 વર્ષમાં કંપનીનો ગ્રોથ જળવાયેલો રહેશે.