બજાર » સમાચાર » આઈપીઓ

એનએસઈ પર AFFLE INDIA ની શાનદાર લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 11:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર AFFLE INDIA ના શેર આશરે 25 ટકાના પ્રીમિયમ પર એટલે કે 926 રૂપિયા પર લિસ્ટ થયા છે. તેનો આઈપીઓ 29 જુલાઈ થી 31 જુલાઈ સુધી ખુલ્યો હતો. AFFLE INDIA નો આઈપીઓ 86 ગણો ભરાયો હતો. AFFLE INDIA નો આઈપીઓના પ્રાઇઝ બેન્ડ 740-745 રૂપિયા પ્રતિ શેર હતો. આ આઈપીઓમાં 90 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 369 કરોડ રૂપિયાની ઑફર ફૉર સેલ હતો. કંપનીએ આ આઈપીઓથી 459 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

AFFLE INDIA B2C મોબાઇલ માર્કેટિંગનું કામ કરે છે. કંપનીની 40 પ્રતિશત આવક ઘરેલુ બજારથી આવે છે. AFFLE INDIA ના ઈ-કૉમર્સ ક્લાઈન્ટમાં AMAZON, FLIPKART, JABONG, BOOKMYSHOW અને GOIBIBO જેવા મોટા નામ શામિલ છે. તેના સિવાય AFFLE INDIA ના ક્લાઇન્ટ લિસ્ટમાં J&J, RECKITT BENKISER, MCDONALDS, AIR ASIA, AXIS BANK અને NISSAN પણ શામિલ છે.