બજાર » સમાચાર » આઈપીઓ

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝની ખરાબ લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2018 પર 10:09  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના શેર 16.34 ટકા ડિસ્કાઉન્ટની સાથે લિસ્ટ થયો છે. એનએસઈ પર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના શેર 435 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ઈશ્યૂ પ્રાઈઝ 520 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો.

લિસ્ટિંગની બાદ એનએસઈ પર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના શેર વધ્યા અને હાલમાં એ 453 રૂપિયા સુધી પહોંચવામાં કામયાબ થયા છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ઈશ્યૂ 22 થી 26 માર્ચના દરમ્યાન ખુલ્યો હતો. ઈશ્યૂથી કંપનીને 4020 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ બ્રોકરેજ, ફાઈનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યૂશન, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કારોબારમાં છે. ICICIdirect.com ના નામથી કંપનીનું ઑનલાઈન બ્રોકિંગ પ્લેટફૉર્મ છે.